શરદ પવારનો વાંધાજનક ફોટો સોશિયલ મીડિયામાં શેર કરનાર સામે નોંધાઈ ફરિયાદ, પોલીસે શરૂ કરી તપાસ

29 June, 2021 01:37 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

એનસીપી પ્રમુખ શરદ પરવાનો વાંધાજનક ફોટો સોશિયલ મીડિયામાં શેર કરવા બદલ તે સોશિયલ મીડિયા યુઝર સામે ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે આ અંગે તપાસ શરૂ કરી છે.

શરદ પવાર ( ફાઈલ ફોટો)

સોશિયલ મીડિયામાં કોઈ શખ્સ દ્વારા એનસીપી પ્રમુખ શરદ પવારનો વાંધાજનક ફોટો શેર કરવામાં આવ્યો હતો. જેને લઈ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. એક અધિકારીએ જણાવ્યું હતું કે, એનસીપીના કાર્યકરની ફરિયાદ પર સોમવારે મુંબઈ પોલીસે એનસીપીના પ્રમુખ શરદ પવારનો વાંધાજનક ફોટો સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરવા બદલ એક શહેર નિવાસી વિરુદ્ધ એફઆઈઆર નોંધી છે. 

આ એફઆઈઆર સ્થાનિક પોલીસ સ્ટેશનમાં પરાના ચેમ્બુર નિવાસી એનસીપી કાર્યકર ડી. એસ સાવંત દ્વારા દાખલ કરવામાં આવી હતી. સાવંતે પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે એન્ટોપ હિલ વિસ્તારના કોઈક શખ્સે તેમને આ ફેસબુક યુઝર વિશે જણાવ્યું જેણે શરદ પવારનો ફોટો એડિટ કરી પોસ્ટ કર્યો હતો. 

અધિકારીએ જણાવ્યું હતું કે, જેણે કથિત રૂપે આ તસ્વીર પોસ્ટ કરી છે તે વ્યક્તિની ઓળખ કરવામાં આવી છે અને તેને શોધવાની તજવીજ હા થ ધરવામાં આવી છે. તે શખ્સ સામે ભારતીય દંડ સંહિતા અને માહિતી ટેકનોલોજી અધિનિયમની કલમ 153 (હાલાકીથી તોફાનો કરવાના ઇરાદે ઉશ્કેરણી કરવી) અને 500 (માનહાનિ માટે સજા) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. 

mumbai mumbai news sharad pawar national congress party facebook mumbai police