કોમી વિખવાદ અને ઉદ્ધવ ઠાકરેના અપમાન બદલ કંગના સામે ફરિયાદ દાખલ કરાઇ

10 September, 2020 04:47 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

કોમી વિખવાદ અને ઉદ્ધવ ઠાકરેના અપમાન બદલ કંગના સામે ફરિયાદ દાખલ કરાઇ

કંગના રણૌત-ઇન્સ્ટાગ્રામ

કંગના રાણૌત સામે બે પોલીસ ફરિયાદ નોંધાઇ છે જેમાં એક તો તેણે મહારાષ્ટ્રના મુખ્ય મંત્રીનું અપનામન કર્યું છે તે બદલ નોંધાઇ છે તથા બીજી ફરિયાદ કોમી તંગદીલી ફેલાય તેવી ટિપ્પણી કરી હોવાથી નોંધાઇ છે.

અરુણ શ્રીકાંત મિશ્રાએ એક ફરિયાદ ડિંડોશી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી છે અને તેમાં તેમણે કંગના પર કોમી તંગદીલી ફેલાવવાનો આક્ષેપ મૂક્યો છે અને લોકોમાં અરાજકતા ફેલાવી હોવાની વાત પણ કરી છે. મિશ્રાએ આ ફરિયાદમા કહ્યું છે કે કંગનાએ ભડકાઉ ટિપ્પણીઓ કરી અને ઉદ્દવ ઠાકરે સામે અણછાજતી ટકોર કરી હોવાથી આ ફરિયાદ કરાઇ છે.

ફરિયાદમાં લખ્યું છે કે, “રણૌતે તેની સાથે જે ઘટના ઘટી તેને કાશ્મીરી પંડિત સાથે જે થયું હતું તેની સાથે સરખાવી અને આમ કરીને તેણે એક ચોક્કસ કોમની વિરુદ્ધ માહોલ ભડકાવવાનો પ્રયાસ કર્યો જે કાયદાની વિરુદ્ધમાં છે.”

નીતિન માને  નામના વકીલે વિક્રોલી પોલીસ સ્ટેશનમાં નોંધેલી ફરિયાદમાં જણાવ્યું છે કે અભિનેત્રી કંગના રણૌતે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરી તે સોશ્યલ મીડિયા પર વીડિયો દ્વારા અપલોડ કરી છે. આ મામલે ડીસીપી ઝોન સાત પ્રશાંત કદમે જણાવ્યું કે, એનસી નોંધ્યા બાદ અમે ફરિયાદીને કોર્ટમાં જવા જણાવ્યું છે. આ અંગે કંગના રનૌત સામે કોઈ એફઆઈઆર નોંધવામાં નથી આવી. માનેએ જણાવ્યું કે પોલીસે આ બાબતે એફઆઈઆર નોંધી નહીં હોવાથી તે કોર્ટમાં બદનક્ષીનો કેસ કરશે.

જુઓ તસવીરોઃ Kangana Ranaut: મનાલીથી મુંબઇ દરમિયાન તોડફોડ, દમદાટી, મિજાજ, સિક્યોરિટી અને ટોળેટોળાં

બુધવારે BMCએ કંગના રાણૌતની ઑફિસનાં ગેરકાયદે બાંધકામને તોડી પાડ્યું હતું અને મનાલી રહેલી કંગના ભારે સિક્યોરીટી સાથે મુંબઇ આવી હતી. અહીં પહોંચતા પહેલાં તેણે એક વીડિયો પોસ્ટ કર્યો હતો જેમાં તેણે મહારાષ્ટ્ર  મુખ્યમંત્રી અને મુંબઇની વિરુદ્ધમાં ટિપ્પણી કરી હતી. બાદમાં હાઇકોર્ટે આ તોડફોડ પર સ્ટે મૂક્યો હતો. કંગનાએ પોતે કરણ જોહર અને ઠાકરેને એક્સપઑઝ કરશે તેવી ટિપ્પણી કરી હતી.

kangana ranaut brihanmumbai municipal corporation mumbai police uddhav thackeray