29 June, 2025 06:35 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
સંજય ગાંધી નૅશનલ પાર્ક નીચેથી પસાર થતી બોરીવલી-થાણેને જોડતી અન્ડરગ્રાઉન્ડ ટનલનું કામ ૨૦૨૮ના અંત સુધીમાં પૂરું કરવાની ડેડલાઇન મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આપી દીધી છે. આ પ્રોજેક્ટ જ નહીં, મહારાષ્ટ્ર સરકારના તમામ પ્રોજેક્ટ્સ ત્રણ વર્ષના સમયગાળામાં પૂરા થવા જોઈએ એ વાત પર તેમણે ભાર મૂક્યો હતો. તાજેતરમાં અન્ડરગ્રાઉન્ડ ટનલ પ્રોજેક્ટની રિવ્યુ મીટિંગ કરવામાં આવી હતી. એમાં નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે સહિત મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી અને વનવિભાગના તથા અન્ય સંલગ્ન વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વિધાનભવનમાં યોજાયેલી આ બેઠકમાં દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે બધા જ પ્રોજેક્ટ એવી રીતે પ્લાન કરો જેથી એ ત્રણ વર્ષના સમયગાળામાં પૂરા થઈ શકે.