દેવેન્દ્ર ફડણવીસે જ્યારે ગાયું : અભી ન જાઓ છોડકર...

23 June, 2025 06:54 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દેવેન્દ્ર ફડણવીસે આમં​​ત્રિતોને સાથે ગાવા કહી ‘અભી ના જાઓ છોડકર કે દિલ અભી ભરા નહીં’ કડી લલકારી હતી જેને પ્રેક્ષકોએ તાળીનો ગડગડાટ કરીને વધાવી લીધી હતી.

ગઈ કાલે યશવંતરાવ ચવાણ ઑડિટોરિયમમાં ગીત ગાતા દેવેન્દ્ર ફડણવીસ.

વિશ્વ સંગીત દિવસના ઉપલક્ષ્યે ગઈ કાલે રાજ્ય સરકારના સાંસ્કૃતિક વિભાગ દ્વારા યશવંતરાવ ચવાણ ઑડિટો​રિયમમાં પહેલી વાર મહારાષ્ટ્ર રેડિયો મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લિવિંગ લેજન્ડ ગાયિકા આશા ભોસલેની હાજરીમાં ‘આશા રેડિયો પુરસ્કાર ૨૦૨૫’નું વિતરણ કરવામાં આવ્યું હતું. એ વખતે મંચ પરથી આશા ભોસલેએ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને એક ગીત ગાવા કહ્યું હતું ત્યારે દેવેન્દ્ર ફડણવીસે આમં​​ત્રિતોને સાથે ગાવા કહી ‘અભી ના જાઓ છોડકર કે દિલ અભી ભરા નહીં’ કડી લલકારી હતી જેને પ્રેક્ષકોએ તાળીનો ગડગડાટ કરીને વધાવી લીધી હતી.

asha bhosle devendra fadnavis indian music indian classical music news maharashtra maharashtra news mumbai mumbai news