વર્ષા બંગલાનું એક જ વૉટર બિલ વારંવાર મોકલાતું હતું : ફડણવીસ

26 June, 2019 09:55 AM IST  | 

વર્ષા બંગલાનું એક જ વૉટર બિલ વારંવાર મોકલાતું હતું : ફડણવીસ

ફાઈલ ફોટો

પ્રધાનોના બંગલાના પાણી પુરવઠાનાં બિલ નહીં ચૂકવવાના વિવાદ બાબતે રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસના નેતા અજિત પવારે ટિપ્પણ કરી હતી. એ ટિપ્પણના જવાબમાં દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે ‘પાણી પુરવઠાનું બિલ નહીં ચૂકવવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો જ નથી. એક બિલ ચૂકવાયા છતાં એ બિલ વારંવાર મોકલવામાં આવતું હોવાનું ધ્યાનમાં આવતાં આગળના બિલની ચુકવણી રોકવામાં આવી હતી. એકાદ મહિનામાં બિલોમાં સુધારો કરાયો હતો઼ ત્યાર પછી પાણી પુરવઠાનાં બિલો બાબતે કોઈ સમસ્યા નથી.’ 

એનસીપીએ ભીખ માગીને કર્યું વિરોધ પ્રદર્શન

એનસીપીના યુથ વિંગ દ્વારા ગઈ કાલે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. મુખ્ય પ્રધાન અને અન્ય પ્રધાનોના ઘરના બાકી પાણી વેરાને પગલે એનસીપી યુથ વિંગે જાહેરમાં ભીખ માગો વિરોધ પ્રદર્શન કર્યું હતું. મુંબઈ મહાનગરપાલિકા દ્વારા મુખ્ય પ્રધાનના વર્ષા બંગલો અને અન્ય પ્રધાનોએ પાણી વેરો ન ચૂકવતા તેઓને ડિફોલ્ડર જાહેર કર્યા હતા.

આ પણ વાંચો: છૂટાછેડા આપ્યા પછી પત્નીને ઘરકામ પેટે ૧.૨૦ કરોડ પતિએ ચૂકવવા પડશે

એનસીપી યુથ વિંગના કાર્યકર્તા સૂરજ ચવાણે જણાવ્યું હતું કે, જ્યારે કોઈ સામાન્ય નાગરિક પાણી વેરો બાકી રાખે છે ત્યારે બીએમસી એમના ઘરે પાણી સપ્લાય બંધ કરી દે છે, પણ સીએમના બંગલાનો પાણી વેરો ઘણા સમયથી બાકી છે તેથી તેઓ પાણી વેરો ભરી શકે એ માટે અમે લોકો ભીખ માગીને મદદ કરી રહ્યા છીએ.

mumbai news gujarati mid-day devendra fadnavis