મલ્ટિપ્લેક્સ ફરીથી ખોલવા અંગે મુખ્યપ્રધાન ઠાકરેની ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સભ્યો સાથે બેઠક

25 September, 2021 03:14 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે આજે કોવિડ -19 પ્રેરિત લોકડાઉનના18 મહિના પછી મલ્ટિપ્લેક્સ ફરીથી ખોલવાની સંભાવના અંગે ચર્ચા કરવા માટે ઉચ્ચ સરકારી અધિકારીઓ અને ફિલ્મ ઉદ્યોગના સભ્યો સાથે બેઠક કરી

ઉદ્ધવ ઠાકરે

મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં મોટાભાગની શાળાઓ અને તમામ ધાર્મિક સ્થળોને ફરીથી ખોલવાનો નિર્ણય કર્યો છે. ત્યારે હવે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે આજે કોવિડ -19 પ્રેરિત લોકડાઉનના18 મહિના પછી મલ્ટિપ્લેક્સ ફરીથી ખોલવાની સંભાવના અંગે ચર્ચા કરવા માટે ઉચ્ચ સરકારી અધિકારીઓ અને ફિલ્મ ઉદ્યોગના સભ્યો સાથે બેઠક કરી છે. 

મોટાભાગની શાળાઓ અને તમામ ધાર્મિક સ્થળોને ફરીથી ખોલવાની યોજનાઓ પછી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે કોરોના લોકડાઉનના 18 મહિના પછી થિયેટરો/મલ્ટિપ્લેક્સ ફરીથી ખોલવા અંગે ચર્ચા કરવા માટે ઉચ્ચ સરકારી અધિકારીઓ અને ફિલ્મ ઉદ્યોગના લોકોને મળ્યા હતા.

મહારાષ્ટ્રના મુખ્ય થિયેટરના મુખ્ય પ્રતિનિધિઓ ગુરુવારે મુંબઈમાં શિવસેનાના નેતા સંજય રાઉતને મળ્યા હતા અને મહારાષ્ટ્રમાં થિયેટરો ફરી ખોલવાની અપીલ અને ચર્ચા કરી હતી. આ ચર્ચા દરમિયાન સાંસદ રાઉતે ફિલ્મ ઉદ્યોગને પોતાનું સમર્થન આપવાની ખાતરી આપી હતી અને ટૂંક સમયમાં આ અંગે ઉકેલ લાવશે તેવી પણ ખાતરી આપી હતી.

આ બેઠકમાં પેન સ્ટુડિયોના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ડૉ. જયંતિલાલ ગડા, સંજય મરુધર, મલ્ટિપ્લેક્સ એસોસિયેશન ઓફ ઇન્ડિયાના પ્રમુખ કમલ ગિયાનચંદાની અને પીવીઆર પિક્ચર્સના સીઇઓ ઉપસ્થિત રહ્યા હતા.  આ ઉપરાંત આલોક ટંડન - સીઇઓ, આઇનોક્સ લેઝર લિમિટેડ, દેવાંગ સંપત - સીઇઓ, સિનેપોલિસ ઇન્ડિયા અને થોમસ ડીસોઝા, સિનિયર વીપી પ્રોગ્રામિંગ, પીવીઆર સિનેમાસ સહિતના પ્રતિનિધિઓ હાજર રહ્યાં હતાં. 

 

mumbai mumbai news uddhav thackeray maharashtra