મહારાષ્ટ્રમાં કોરોનાને લઈને ઉદ્વવ ઠાકરેનું રાજ્યને સંબોધન

22 November, 2020 09:20 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

મહારાષ્ટ્રમાં કોરોનાને લઈને ઉદ્વવ ઠાકરેનું રાજ્યને સંબોધન

ઉદ્ધવ ઠાકરે (ફાઇલ ફોટો)

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ રવિવારે રાતે 8 વાગ્યે રાજ્યની જનતાને સંબોધિત કરતા સ્પષ્ટકા કરી તે હાલ રાજ્યમાં લૉકડાઉન નથી ઇચ્છતા, પણ સ્થિતિને જોતા આગળ નિર્ણય લેવામાં આવશે. જજો કે, તેમણે એ પણ કહ્યું કે કોરોના વિરુદ્ધ લડાઇ જીતવાની છે. માટે મંદિર, મસ્જિદ અને ગુરુદ્વારામાં ભીડ એકઠી ન થવી જોઇએ. તેમણે કહ્યું, 'કોરોના સંકટ ખતમ નથી થયું. પશ્ચિમ મહારાષ્ટ્રએ કોરોના સંકટને વધારે ગંભીરતાથી લીધો છે. પહેલાની તુલનામાં હાલ કોરોનાની બીજી અને ત્રીજી લહેર એક સુનામી છે.'

કાર્તિકી એકાદશી પર બંધ નહીં રહે આલંદી મંદિર
26 નવેમ્બરના કાર્તિકી એકાદશીના દિવસે મંદિર બંધ કરવાને લઈને કોઈ નિર્ણય નથી લેવામાં આવ્યો. પણ જો આલંદીમાં ભક્તોની ભીડ એકઠી થાય છે, તો તે સમયની સ્થિતિને જોતા મંદિર બંધ કરવાનો નિર્ણય લેવામાં આવશે. સીએમએ આગળ કહ્યું કે, "મારો પરિવાર, મારી જવાબદારી" અભિયાનમાં બધાએ સખત મહેનત કરી. આ અભિયાનના પરિણામસ્વરૂપ લોકોમાં જાગૃકતા આવી અને મહારાષ્ટ્રમાં કોરોના કેસમાં ઘટાડો થયો.

રાજ્યમાં કોરોના વેક્સિનના 24-25 કરોડ ડૉઝની જરૂરિયાત
સીએમએ આગળ કહ્યું કે મહારાષ્ટ્ર કોરોના સામે લડવા માટે તૈયાર છે, સિસ્ટમ દિવસ-રાત કામ કરી રહી છે. તેમનો તાણ ઘટાડવો આપણી જવાબદારી છે. મહારાષ્ટ્રની આબાદી બારથી સાડાબાર કરોડ છે. રસીના બે ખોરાક બધાં સુધી પહોંચાડવા માટે અમને 24થી 25 કરોડ ડૉઝની જરૂર પડશે. સરકાર આની તૈયારીમાં દિવસ-રાત લાગેલી છે. સરકાર એવા પ્રયત્નો કરી રહી છે કે બધા સુધી દવાના ડૉઝ ધીમે ધીમે પહોંચી જાય.

'હું નથી ઇચ્છતો રાજ્યમાં ફરી લાગે લૉકડાઉન'
સીએમએ માસ્ક વિના ફરનારા લોકો પર નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે, "વિના માસ્ક એટલા બધાં લોકો કેમ ફરી રહ્યા છે? આ રીતે તે પોતાની અને પોતાના પરિવારનું જીવન જોખમમાં નાખે છે. રાજ્યમાં સ્કૂલ ખુલવાના છે, પણ લોકોમાં ડર છે. આપણે સતર્ક રહેતા રાજ્યમાં કોરોનાના કેસ ઘટાડ્યા છે અને હવે આપણી જવાબદારી વધારે વધી ગઈ છે. હું રાજ્યમાં લૉકડાઉન નથી કરવા માગતો."

coronavirus covid19 maharashtra mumbai mumbai news uddhav thackeray