બીજેપી-સેનાના લોહી અને હિન્દુત્વ સરખા, જલદી જોડાણની આશા : ચંદ્રકાંતદાદા

12 December, 2019 04:33 PM IST  |  Mumbai

બીજેપી-સેનાના લોહી અને હિન્દુત્વ સરખા, જલદી જોડાણની આશા : ચંદ્રકાંતદાદા

ચંદ્રકાંતદાદા પાટીલ

(પી.ટી.આઇ.) બીજેપી અને શિવસેનાના લોહી અને હિન્દુત્વ સમાન છે અને તેમણે ફરી એક વખત સાથે આવીને સરકાર બનાવવી જોઈએ એમ ગઈ કાલે બીજેપીના પ્રદેશાધ્યક્ષ ચંદ્રકાંતદાદા પાટીલે કહ્યું હતું. મંગળવારે શિવસેનાના વરિષ્ઠ નેતા મનોહર જોશીએ પણ સેના-બીજેપીના ફરી જોડાણ માટેની વાત કરી હતી.

ચંદ્રકાંત પાટીલે કહ્યું હતું કે ‘બીજેપી અને શિવસેનાનું કુદરતી જોડાણ ૩૦ વર્ષથી છે. બન્ને પક્ષના લોહી અને હિન્દુત્વ સમાન છે. રાજ્યની જનતાને આ બન્ને પક્ષને જ સરકાર બનાવવા માટેનો જનમત આપ્યો છે. મંગળવારે શિવસેનાના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન મનોહર જોશીએ શું કહ્યું એની મને ખબર નથી. જોકે બન્ને પક્ષો ફરી એક થાય એની માગણી થઈ રહી છે એ આશાવાદ છે. મને ખ્યાલ નથી કે આમ થશે કે નહીં.’

શિવસેના સાથે સરકાર બનાવવા માટેના દરવાજા હજી ખુલ્લા હોવાની બાબતના સવાલના જવાબમાં ચંદ્રકાંત પાટીલે કહ્યું હતું કે ‘અમારા દરવાજા પહેલાં પણ ખુલ્લા હતા અને અત્યારે પણ ચર્ચા માટે ખુલ્લા છે. એ સમયે પણ કોઈ અહંકાર નહોતો અને અત્યારે પણ નથી.’

mumbai news maharashtra