કેન્દ્ર સરકાર ED અને CBI જેવી સંસ્થાઓનો ઉપયોગ રાજકારણીઓ અને ઉદ્યોગકારો પર દબાણ કરવા કરે છેઃ શિવ સેના

27 June, 2021 06:29 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

શિવ સેનાના મુખપત્ર સામનામાં લખાયું હતું કે, “સ્વતંત્રતા મળી તે પહેલાં પણ લોકો અંગ્રેજોના જુલમથી ડરતા ન હતા. આજે ધનિક રાજકારણીઓ, ઉદ્યોગકારોને ઇડી અને સીબીઆઇ સામે શરણાગતી સ્વીકારવી પડે છે.

પ્રતીકાત્મક તસવીર

રવિવારે શિવ સેનાએ ભાજપાની કેન્દ્ર સરકાર સીધો પ્રહાર કર્યો અને આક્ષેપ મૂક્યો કે કેન્દ્ર સરકાર દ્વારા જાણીજોઇને સીબીઆઇ તથા ઇડીને જ્યાં પણ ભાજપાની સરકાર નથી તેમને તથા રાજકીય વિરોધીઓને હેરાનગતી કરવામાં આવે છે.  શિવ સેનાના મુખપત્ર સામનામાં લખાયું હતું કે, “સ્વતંત્રતા મળી તે પહેલાં પણ લોકો અંગ્રેજોના જુલમથી ડરતા ન હતા. આજે ધનિક રાજકારણીઓ, ઉદ્યોગકારોને ઇડી અને સીબીઆઇ સામે શરણાગતી સ્વીકારવી પડે છે. શાસક પક્ષ – ભાજપા આ સંસ્થાઓનો ઉપયોગ કરી વિરોધીઓ પર દબાણ વધારે છે. ”

શિવ સેનાએ કહ્યું કે મહારાષ્ટ્ર પોલીસ અને વિશેષજ્ઞોનો સ્પષ્ટ અભિપ્રાય છે મહારાષ્ટ્રના પૂર્વ ગૃહ મંત્રી અનીલ દેશમુખના ઘરમાં ઇડીએ જે દરોડા પાડ્યા તે ગેરકાયદેસર છે. દેશમુખના ઘરની આસપાસ સેન્ટ્રલ પોલીસનો મોટો બંદોબસ્ત ગોઠવાયો હતો. ઇડીએ એવી રીતે વહેવાર કર્યો જાણે અનિલ દેશમુખ ચંબલના ડાકુ હોય, આ રીતે ઘુસી જવું ગેરકાયદે કહેવાય અને મહારાષ્ટ્ર પોલીસ વિશેષજ્ઞો આમ જ માને છે પણ કોઇપણ ઇડીની વિરુદ્ધમાં બોલવા તૈયાર નથી.

"આ મહારાષ્ટ્રની સ્વયત્તતા પર સીધો પ્રહાર છે,” તેમ સામનામાં લખાયું છે. આ તંત્રી લેખમાં શિવ સેનાના એમએલએ પ્રતાપ સારનાઇકે મુખ્યમંત્રી ઉદ્દવ ઠાકરેને લખેલા પત્રનો ઉલ્લેખ કરીને સવાલ કર્યો કે સારનાઇકે અર્ણબ ગોસ્વામી સામે બ્રિચ ઓફ મોશનનો કિસ્સો બહાર પાડ્યો પછી શા માટે તેમને હેરાન કરાયા? ઇડીએ સરનાઇકને હેરાન કરવા એમ કહ્યું કે તેમના જમી સંબંધિત વહેવારમાં ભૂલ હતી પણ હવે તો અયોધ્યાના રામ મંદિરમા જ કન્સ્ટ્રક્સન સંબંધિત મોટું કૌભાંડ બહાર આવ્યું છે. અયોધ્યાના મેયર ઋષિકેશ ઉપાધ્યાયે સાવ નજીવી કિંમતની રકમ શ્રી રામ જન્મુભૂમિ ટ્રસ્ટને કરોડોની કિંમતે વેચી દીધી.

આ પણ સીબીઆઇ અને ઇડીએ તપાસ કરવા જેવો વિષય છે તે બધા જ મુક્ત છે મહારાષ્ટ્ર અને બીજે બધી એમએલએની હેરાનગતી કરાય છે. વળી કેન્દ્રિય સંસ્થાઓ પર નિશાન સાધતા સામનાના આ લેખમાં એમ પણ લખાયું હતું કે એમ લાગે છે કે સીબીઆઇ અને ઇડી મહારાષ્ટ્ર અને બંગાળ માટે જ શરૂ કરાઇ હતી.

સરનાઇકની વાત આગળ વધારતા લેખમાં લખ્યું હતું કે મહારાષ્ટ્રના એમએલએ ઇડીને કારણે પાંચ મહિનાથી છુપાતા ફરે છે અને આગળ ટાંક્યું કે, “કેન્દ્રિય સંસ્થાનોની આ બિનજરૂરી હેરાનગતિને રાજ્ય સરકારો નહીં રોકી શકે જે લોકશાહીનું બદનસીબ છે.”

છતાં પણ પક્ષે કહ્યું કે આ હેરાનગતિ છતા પણ સરનાઇક ભાજપામાં નહીં જોડાય અને આગળ  લખ્યું કે, “સરનાઇક અને તેમના પરિવાર સામે પગલા લેવાશે તો તે ભાજપામા જોડાઇ જશે એવું માનવું યોગ્ય નથી... સરનાઇકે મક્કમથાથી કહ્યું છ કે હું શિવ સેનામા રહીને જ લડત આપીશ. પ્રદીપ સરનાઇકની હાલત જોઅને કોઇને પણ લાગતુ હોય કે શિવ સેનાની હાલત બગડશે તો તે તેમનો ભ્રમ છે.”

એવો આરોપ છે કે વ્યાપારીઓ અને રાજકારણીઓને ઇડીમાં બોલાવીને પૂછપરછ કરાય છે પણ વાત તો રાજકારણની કરાય છે મૂળ તપાસની વાત નથી થતી, તેમને જે પણ પૂછાય છે તેને કથિત ગુના સાથે કોઇ સંબંધ નથી હોતો. આ પણ એક રીતનું દબાણ છે તેમ લેખમાં કહેવાયું હતું.

શિવ સેનાએ એમ પણ આરોપ મૂક્યો છે કે સીબીઆઇએ અવિનાશ ભોસલે નામના બિઝનેસમેનની મિલકતને મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજીત પવાર પર દબાણ લાવવા ઉપયોગમા લીધી. “કાર્યકર્તા અંજલી દમનિયાએ કહ્યું છે કે અવિનાશ ભોસલેની પ્રોપર્ટીનું અટેચમેન્ટ અજીત પવાર પર દબાણ વધારવા કરાયું કારણકે અવિનાશ ભોસલે અજીત પવારની નજીક છે જે બધાં જ જાણે છે. ભોસલેની પ્રોપર્ટી જપ્ત કરવાનો હુકમ ભાજપા અથવા કેન્દ્રએ જ ઇડીને આપ્યો હશે. એમ લાગે છે કે સીબીઆઇ અને ઇડીનો ઉપયોગ રાજકીય હેતુ માટે જ કરાય છે.”

અંજલી દમનિયાની વાતનો ઉલ્લેખ કરતા શિવ સેનાએ ઉમેર્યું કે, “તેમણે જે કહ્યું છે તે બહુ અગત્યનું છે. હાલમાં શિવ સેના પ્લાન એમાં હશે તો પ્લાન બી પણ રેડી હશે અને લાગે છે કે તેઓ અજીત પવાર પર પર દબાણ કરશે. આ બધું ગંદુ રાજકારણ છે. સત્તા મળવી જોઇએ તે જ બસ તેમનો ધ્યેય છે. ઇડી અને સીબીઆઇએ પૂર્વગ્રહો વિના અને સ્વતંત્ર રીતે કામ કરવું જોઇએ. ”

તંત્રી લેખમાં સીબીઆઇએ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ સામે અલગ અલગ મેટરમાં પગલાં લઇ પકડ મજબુત કરી હતી અને તેમને જામીન પણ નહોતા લેવા દીધા, તેમણે થોડો સમય એક્સાઇલમાં રહેવું પડ્યું હતું. આ બધું પણ દ્રેષના રાજકારણને લીધે થયું હતું. તેમાં ભાર દઇને કહેવાયું હતું કે ભાજપા આ એજન્સીઝનો ઉપયોગ હેરાનગતી કરવા માટે જ કરી રહી છે.

shiv sena uddhav thackeray nationalist congress party