સેન્ટ્રલ રેલવેની પહેલી એસી લોકલ જ પડી મોડી, બધી ટ્રેનને પડી મુશ્કેલી...

31 January, 2020 03:12 PM IST  |  Mumbai Desk | Rajendra B aaklekar

સેન્ટ્રલ રેલવેની પહેલી એસી લોકલ જ પડી મોડી, બધી ટ્રેનને પડી મુશ્કેલી...

પ્લેટફોર્મ અને ટ્રેન બન્ને ભીડથી ખચોખચ, એટલું જ નહીં ટીકિટ તપાસવા માટે તો શું પણ બીજા કોઇ રેગ્યુલેશન માટે પણ કોઇ જગ્યા જ ન રહી...

શુક્રવારની સવાર ટ્રાન્સ હાર્બર લાઇન માટે ખૂબ જ ભીડભાડ ભરી રહી અને તેનું મૂળ કારણ છે સેન્ટ્રલ રેલવેએ પહેલી એસી લોકલને આપેલી લીલી ઝંડી. સંપૂર્ણપણે દરેક સ્ટેશન પર એસી લોકલના દરવાજા બંધ થવામાં મોડું થવાને કારણે ટ્રેલ મોડી પડી અને તેને જ કારણે દરેક સ્ટેશન પર ખૂબ જ ભીડ જોવા મળી.

જ્યારે મિડ-ડેએ સવારે જ્યારે થાણાં સ્ટેશનની મુલાકાત લીધી ત્યારે 9:19 વાગ્યાની થાણા-નેરુલ એસી ટ્રેન 9:45 વાગ્યે પહોંચી અને જ્યારે આ ટ્રેન સ્ટેશન પર પહોંચી ત્યારે સખત ભીડને કારણે ટ્રેનની અંદર રહેલા યાત્રીઓ ઉતરી શકતાં ન હતા અને જે ટ્રેનમાં ચડવા માટે મથામણ કરતાં હતા તે પ્રવાસીઓ ટ્રેનમાં ચડી શકતાં ન હતા.

જો કે, ત્યાં એસી લોકલના ઇન્ટ્રોડક્શન માટે મેન્યુઅલ અનાઉન્સમેન્ટ થતી હતી, તેને કારણે પ્રવાસીઓ ટ્રેન ઉભી રહેતાં જ ટ્રેનની અંદર જવા માટે મથામણ કરી રહ્યા હતા. તેને કારણે પ્લેટફોર્મ અને ટ્રેન બન્ને ભીડથી ગીચોગીચ હતા. તેને કારણે ટિકીટ તપાસવા માટેની તો કોઇ જગ્યા રહેતી જ ન હતી.

"જો આ દ્રશ્ય રોજનું રહેશે, તો જ્યાં સુધી બધું થાળે ન પડે ત્યાં સુધી એસી ટ્રેનને ભીડના સમયેથી હટાવીને બપોરના સમયમાં ચલાવવાનો નિર્ણય લેવામાં આવશે." અંકુશ ગાવાંડ, કોમ્યુટરે કહ્યું. રેગ્યુલેશન પ્રમાણે, એસી ટ્રેનની ટીકિટની કિંમત હાલની ફર્સ્ટ ક્લાસની ટીકિની 1.3 ગણી વધારે છે અને પ્રવાસીઓએ ટિકિટ પહેલાથી જ ખરીદવી પડશે.

આ પણ વાંચો : પુજા બેદીની દીકરી અલાયાની ફિલ્મ આવી રહી છે ત્યારે જોઇએ તેની કેન્ડિડ તસવીરો

નોંધનીય છે કે 6 બીજી એસી લોકલ માર્ચ 2020 સુધીમાં શરૂ કરવાની યોજના છે. જે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ-કલ્યાણ દરમિયાન અને હાર્બરમાં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ-પનવેલ દરમિયાન ચલાવવામાં આવશે.

central railway indian railways