રોગચાળામાં કેન્દ્ર-રાજ્યોનું સામસામે દોષારોપણ ગેરવાજબી: અજિત પવાર

11 April, 2021 09:40 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રોગચાળાની સ્થિતિની સમીક્ષા માટે યોજાયેલી બેઠકની અધ્યક્ષતા સંભાળ્યા પછી પ્રસાર માધ્યમોને સંબોધ્યા

અજિત પવાર

કોરોના ઇન્ફેક્શનના કેસમાં સતત વધારાના માહોલમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે સામસામે દોષારોપણમાં સમય વેડફવો ન જોઈએ. રોગચાળાની સ્થિતિની સમીક્ષા માટે યોજાયેલી બેઠકની અધ્યક્ષતા સંભાળ્યા પછી પ્રસાર માધ્યમોને સંબોધતાં અજિત પવારે જણાવ્યું હતું કે ‘મેં કેન્દ્રના પ્રધાન પ્રકાશ જાવડેકર સાથે વાત કરી હતી અને તેમણે વેન્ટિલેટર્સના પુરવઠા માટે પૂર્ણ સહકાર અને સહાય આપવાની ખાતરી આપી હતી. પ્રકાશ જાવડેકરે કહ્યું હતું કે તેઓ લશ્કરના ભૂમિદળના વડા એમ. એમ. નરવણે સાથે વાત કરીને કોરોના ઇન્ફેક્શનના દરદીઓ માટે આર્મી હૉસ્પિટલમાં બેડ ઉપલબ્ધ કરાવવાનો પ્રયત્ન કરશે. પુણેમાં રોજ એક લાખ દરદીઓને એન્ટિ કોવિડ વૅક્સિન આપવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે, પરંતુ હાલમાં ૮૫,૦૦૦ લોકોને વૅક્સિન આપવાનું શક્ય બને છે.’

coronavirus covid19 mumbai mumbai news ajit pawar