તમામ ઇમારતોમાં સીસીટીવી કૅમેરા ફરજિયાત કરાશે: અનિલ દેશમુખ

08 February, 2020 09:26 AM IST  |  Mumbai

તમામ ઇમારતોમાં સીસીટીવી કૅમેરા ફરજિયાત કરાશે: અનિલ દેશમુખ

અનિલ દેશમુખ

દેશની આર્થિક રાજધાની મુંબઈ મહાનગરની સુરક્ષા વધારવા માટે દરેક ઇમારતમાં સીસીટીવી કૅમેરા બેસાડવા બાબતના નિયમ બદલવામાં આવશે એમ ગઈ કાલે ગૃહપ્રધાન અનિલ દેશમુખે કહ્યું હતું. શહેરમાં વધુ પાંચ હજાર સીસીટીવી કૅમેરા બેસાડવાની માહિતી પણ તેમણે એ સમયે આપી હતી.

મુંબઈ શહેર દેશ અને રાજ્યનું ખૂબ સંવેદનશીલ હોવાથી સુરક્ષાના દૃષ્ટિકોણથી આ ફેરફાર કરાઈ રહ્યો હોવાનું અનિલ દેશમુખે કહ્યું હતું. મુંબઈમાં અત્યારે પાંચ હજાર સીસીટીવી કૅમેરા કાર્યરત છે. આ યોજનાના બીજા તબક્કામાં વધુ ૩૬૦૦ સીસીટીવી કૅમેરા મુકાશે. આ કામ પૂરું થયા બાદ શહેરમાં ૩૬૦૦ સ્થળે કુલ ૧૦,૦૦૦ સીસીટીવી કૅમેરાથી ૨૪ કલાક નજર રખાશે.

આ પણ વાંચો : મુંબઈ : સાંતાક્રુઝમાં ગૅન્ગ-રેપ પછી યુવતીની હત્યા

તમામ સોસાયટીમાં ફરજિયાત સીસીટીવી મૂકવા બાબત રાજ્ય સરકાર દ્વારા મુંબઈ નગરપાલિકાના સંબંધિત વિભાગને સૂચના આપી દેવાઈ છે. સીસીટીવી ઉપરાંત જે જગ્યામાં સ્ટ્રીટલાઈટ ન હોય અને જોખમી જગ્યા હોય એવા સ્થળે વીજળીના થાંભલા ઊભા કરવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારના સહયોગથી મહાનગરપાલિકા યોજના આગળ વધારશે.

mumbai mumbai news