11 August, 2025 12:37 PM IST | Nashik | Gujarati Mid-day Correspondent
CBIએ રેઇડ પાડીને ૧.૨૦ કરોડની કૅશ અને ૫૦૦ ગ્રામ સોનું જપ્ત કર્યાં
નાશિકના ઇગતપુરીમાં રિસૉર્ટ ભાડે રાખીને નકલી કૉલ સેન્ટરનું રૅકેટ ઝડપાયું હતું. સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)એ રેઇડ પાડી ત્યારે ઍમૅઝૉન સર્વિસ સેન્ટરના નામે ચાલતા આ રૅકેટમાં ૬૪ લોકો કામ કરી રહ્યા હતા. CBIએ છાપો મારીને ૧.૨૦ કરોડ રૂપિયાની રોકડ, ૫૦૦ ગ્રામ સોનું, ૪૪ લૅપટૉપ, ૭૧ મોબાઇલ સહિત ક્રિપ્ટો કરન્સી અને લક્ઝુરિયસ કાર જપ્ત કર્યાં હતાં. મુંબઈના ૬ પ્રોફેશનલ અને બૅન્ક-ઑફિસરો દ્વારા અમેરિકા, કૅનેડા સહિતના દેશોમાં કૉલ કરીને લોકોને છેતરવામાં આવતા હતા. એમાંથી પાંચ લોકોની ધરપકડ કરવામાં આાવી છે.