આ રીતે HR heads કર્મચારીઓને કામે જોડાવા કરી રહ્યા છે તૈયાર

13 June, 2020 11:42 AM IST  |  Mumbai | Sudhir Dhar

આ રીતે HR heads કર્મચારીઓને કામે જોડાવા કરી રહ્યા છે તૈયાર

મોતીલાલ ઓસવાલ ઑફિસ તસવીર

લૉકડાઉન ખુલી ગયું છે અને ધીરે ધીરે સંજોગો બદલાઇ રહ્યાં છે પણ કશું પણ રાતોરાતો નહીં બદલાય. બધું નોર્મલ થતા હજી સમય લાગશે અને આ તમામ ચીજો કોર્પોરેટમાં કામ કરતા કર્મચારીઓને પણ લાગુ પડે જ છે. સંસ્થા તરીકે આપણે સૌથી પહેલી જવાબદારી છે કે કર્મચારીઓને કમ્ફર્ટ પુરી પાડવી સાથે સલામતી અને સ્વચ્છતા પણ ખાસ કરીને જ્યારે તેઓ ફરી ઑફિસે જોડાઇ રહ્યા હોય ત્યારે.

મોતીલાલ ઓસ્વાલ ફાઇનાન્શિયલ સર્વિસીઝનાં એચ આર હેડ અને એક્ઝિક્યૂટિવ ડાયરેક્ટર સુધીર ધરનું કહેવું છે કે, અમે રિઓપનિંગની પ્રક્રિયામાં આખા ભારતમાં અમુક બાબતોનું ધ્યાન અચૂક રાખીશું. જેમ કે ભારતમાં આખામાં અમે એવી ઑફિસીઝ  પારખી રહ્યા છે જે નોનકન્ટામિનેટેડ વિસ્તારમાં હોય, અને તે જ રિઓપન કરાશે. વળી કર્મચારીઓને કામે બોલાવવા માટે અમે તેમનાં રોલ્સ ચકાસીને તેમની ઑફિસમાં કેટલી જરૂરિયાત છે તે નક્કી કરાશે અને એ પ્રમાણે જ ઑફિસમાં હાજર થવા કહેવાશે, વળી તેઓ નોન કન્ટામિનેટેડ વિસ્તારમાં છે કે કેમ, શું તેઓ સ્વતંત્ર રીતે ઑફિસ પહોંચી શકે તેમ છે કે નહીં તે પણ ગણતરીમાં લેવાશે. વળી તેમણે જણાવ્યુ કે ઑફિસીઝમાં પણ થર્મલ ટેમ્પરેચર ચેક કરાશે, ઑફિસીઝમાં માસ્ક પહેરવું ફરજિયાત હશે, બેઠક વ્યવસ્થા પણ સોશ્યલ ડિસ્ટન્સિંગ જળવાય તેવી હશે અને કેન્ટિન વગેરે સ્થળોએ પણ અંતર રહે તેની કાળજી રખાશે. કર્મચારીઓને પોતાનાં ટિફીન લાવવાની અરજ કરાશે તથા તેઓ પબ્લિક ટ્રાન્સપોર્ટથી ઑફિસ ન આવે તેમ પણ તેમને કહેવાશે.


મોતીલાલ ઓસ્વાલ ફાઇનાન્શિયલ સર્વિસીઝનાં એચ આર હેડ અને એક્ઝિક્યૂટિવ ડાયરેક્ટર સુધીર ધર

બધા જ કર્મચારીઓ માટે રિવાઇઝ્ડ માર્ગદર્શિકા અને એસઓપી જાહેર કરાયા છે અને તમામને તે મોકલાયા છે. ઑફિસો શરૂ થશે પણ બહારનાં લોકોને મિટીંગ માટે ઑફિસમાં નહીં બોલાવાય તથા લિફ્ટ, એન્ટરન્સ વગેરેમાં લોકોને લાઇનમાં ઉભા રહેવા અંગે પણ સોશ્યલ ડિસ્ટન્સિંગની કાળજી લેવાશે. દરેક કર્મચારી માટે આ એક નવી તૈયારી રહેશે જેથી તેમને કામે આવવું સલામત લાગે અને તેઓ પુરા આત્મવિશ્વાસથી કામે પાછા ફરી શકે તેમ તેમણે ઉમેર્યું હતું.

covid19 lockdown business news