બેસ્ટ આ વર્ષે કરવા માગે છે વીજદરમાં ઘટાડો

24 January, 2023 08:57 AM IST  |  Mumbai | Dharmendra Jore

એણે આ વર્ષે વીજદરમાં ૧ ટકાથી ૧૭.૦૧ ટકાનો ઘટાડો કરવાનું સૂચન કર્યું છે, જ્યારે આવતા વર્ષે એ ૦.૫૦ ટકાથી બે ટકાનો વધારો કરવા માગે છે

પ્રતીકાત્મક તસવીર

મુંબઈ : મુંબઈ શહેરને વીજપુરવઠો સપ્લાય કરતી બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ (બેસ્ટ) ઉપક્રમે વર્ષ ૨૦૨૩-’૨૪ માટે રહેણાક, ઔદ્યોગિક અને વેપારી ગ્રાહકો માટે વીજના માસિક દરમાં નોંધપાત્ર ઘટાડો કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. જોકે એ આગામી નાણાકીય વર્ષમાં થોડો વધુ ચાર્જ લેવા માગે છે.

સુધરાઈના ઉપક્રમે આ વર્ષે વીજદરમાં એક ટકાથી ૧૭.૦૧ ટકાનો ઘટાડો કરવાનું સૂચન કર્યું છે, જ્યારે આવતા વર્ષે એ વીજદરમાં ૦.૫૦ ટકાથી બે ટકાનો વધારો કરવા માગે છે. જોકે ઇલેક્ટ્રિક વાહનો માટેના દર એ યથાવત્ રાખશે.

જો આનો અમલ કરવામાં આવે તો સપ્લાયર આગામી બે વર્ષ માટે ૨.૧૩ ટકાથી ૩૭.૯૩ ટકાનો વધારો દર્શાવતો હોવાથી ઈવી ચાર્જિંગ પૉઇન્ટને બાદ કરતાં તમામ કૅટેગરીના ગ્રાહકોને નિશ્ચિત ચાર્જમાં વધુ ચુકવણી કરવી પડી શકે છે.

આ પણ વાંચો:ગોખલે બ્રિજનું બાંધકામ ફેબ્રુઆરીમાં શરૂ થશે

બેસ્ટે મહારાષ્ટ્ર ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન (એમઈઆરસી)ને ટૅરિફ ટ્રુઇંગ-અપ પિટિશન કરી એને જાહેર જનતાની સમીક્ષા માટે મૂકવા ભલામણ કરી છે. લોકો ૨૦ ફેબ્રુઆરીએ વિડિયો કૉન્ફરન્સિંગ દ્વારા જાહેર સુનાવણી માટે કમિશનને પોતાનાં સૂચનો અને વાંધાઓ મોકલી શકે છે.

mumbai news brihanmumbai electricity supply and transport mumbai