લૉકડાઉનમાં ઑફિસ ખર્ચાને મામલે કર્મચારીના ગુપ્તાંગ પર સેનિટાઇઝર છાંટ્યું

06 July, 2020 10:46 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

લૉકડાઉનમાં ઑફિસ ખર્ચાને મામલે કર્મચારીના ગુપ્તાંગ પર સેનિટાઇઝર છાંટ્યું

આ મામલે તપાસ ચાલી રહી છે અને હજી સુધી કોઇ ધરપકડ નથી કરાઇ.

એક ત્રીસ વર્ષનાં યુવકનું ત્રણ જણાએ મળીને અપહરણ કર્યું જેમા તે જ્યાં નોકરી કરતો હતો તે પણ સામેલ હતો અને કોથરુડ મહારાષ્ટ્રમાં આ ઘટના ઘટી. તેના અપહરણ પાછળ ભોગ બનનારનાં દિલ્હીમાં રહેવા અંગે વિવાદ થયો હતો અને તેને લગતા ખર્ચા અંગે આ કચકચ થઇ હતી કે તે કંપનીના ખર્ચે દિલ્હીમાં રહ્યો હતો તે પણ લૉકડાઉન દરમિયાન. કહેવાતી ઘટના જૂનની 13 તથા 14મી તારીખે બની હતી અને 2જી જુલાઇએ પૌદ પોલીસ સ્ટેશનમાં તેની સામે ફરિયાદ થઇ હતી.

ફરિયાદી આ કંપનીમાં મેનેજર તરીકે કામ કરતો હતો જે કલાકારો માટે પેઇન્ટિંગના પ્રદર્શનો યોજવાનું કામ કરે છે. માર્ચમાં ફરિયાદી દિલ્હી કામે ગયો હતો અને લૉકડાઉન થતા ત્યાં જ ફસાઇ ગયો હતો. ફરિયાદી દિલ્હીની એક લૉજમાં રહ્યો હતો અને તેને ઑફિસે જે પૈસા આપ્યા હતા તે જ તે વાપરી રહ્યો હતો. એફઆઇઆરમાં લખ્યા અનુસાર 7મી મેના રોજ આ કર્મચારી પુના પાછો ફર્યો હતો અને તેને કંપનીએ સત્તર દિવસ માટે એક હોટલમાં ક્વોરેન્ટાઇન થવા કહ્યું. તેની પાસે પૈસા ન હોવાથી તેણે પોતાનું ફોન અને ડેબિટ કાર્ડ હોટેલમાંથી ચેકાઉટ કરતા પહેલાં મોર્ટેગેજ એટલે કે ઉધાર મુક્યા હતા.

જૂનની 13મી તારીખે કંપનીના માલિક અને તેના સાથીઓએ આ ફરિયાદીએ ખર્ચેલા પૈસા પાછા માગ્યા અને તેને કારમાં નાખી ઑફિસે લઇ ગયા જ્યા તેને પુરી રાખ્યો. આટલું જ નહીં પણ તેને ફટાકરીને આ માણસોએ તેના ગુપ્તાંગ પર સેનિટાઇઝર પણ સ્પ્રે કર્યું હતું. બાદમાં તેમણે આ વ્યક્તિને છોડી મુકી હતી. ફરિયાદી બાદમાં હૉસ્પિટલ ગયો હતો અને ગુરૂવાર તેણે ફરિયાદ નોંધવી હતી. આ મામલે તપાસ ચાલી રહી છે અને હજી સુધી કોઇ ધરપકડ નથી કરાઇ.

pune lockdown maharashtra mumbai police