બોરીવલીમાં પુસ્તકમેળામાં આજે બાળકો માટે વિશેષ કાર્યક્રમ ‘ધીંગામસ્તીનું મારું આકાશ’

09 May, 2026 08:40 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પ્રજ્યોત સંઘવી ચૅરિટેબલ ટ્રસ્ટ અને એન. એમ. ઠક્કરની કંપની દ્વારા બોરીવલીમાં યોજાઈ રહેલા પુસ્તકમેળામાં આજે સાંજે ૭.૩૦ વાગ્યે બાળકો માટે એક વિશેષ કાર્યક્રમ ‘ધીંગામસ્તીનું મારું આકાશ’નું આયોજન કરવામાં આવ્યું છે...

સતીશ વ્યાસ, હેમંત કારિયા, ધાર્મિક પરમાર

પ્રજ્યોત સંઘવી ચૅરિટેબલ ટ્રસ્ટ અને એન. એમ. ઠક્કરની કંપની દ્વારા બોરીવલીમાં યોજાઈ રહેલા પુસ્તકમેળામાં આજે સાંજે ૭.૩૦ વાગ્યે બાળકો માટે એક વિશેષ કાર્યક્રમ ‘ધીંગામસ્તીનું મારું આકાશ’નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કવિ વાર્તાકાર સતીશ વ્યાસ તથા હેમંત કારિયા બાળવાર્તાઓ રજૂ કરશે અને બાળકવિતાઓ લખનાર કવિ ધાર્મિક પરમાર બાળકોને મજા પડે એવી રચનાઓ રજૂ કરશે. એમાં કેટલાંક બાળકો પણ કવિતાપાઠ કે વાર્તાકથન કરશે. આ કાર્યક્રમનું સંકલન સંજય પંડ્યા કરી રહ્યા છે. સાહિત્યના ચાહકો અહીં વિશાળ  AC લૉબીમાં પુસ્તકમેળાનો લાભ લઈ શકે અને સાથોસાથ બાળકોનો કાર્યક્રમ પણ માણી શકશે. સ્થળ ઃ દૈવી ઇટરનિટી, એમ. કે. ભાટિયા સ્કૂલની સામે, સાંઈબાબાનગર, બોરીવલી-વેસ્ટ.  

borivali dharmik parmar gujarati community news gujaratis of mumbai mumbai news