મુંબઈ હાઈકોર્ટે કંગના રનોટને આપી રાહત, પાલિકાની કાર્યવાહી પર લગાવી રોક

09 September, 2020 04:35 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મુંબઈ હાઈકોર્ટે કંગના રનોટને આપી રાહત, પાલિકાની કાર્યવાહી પર લગાવી રોક

કંગના રનોટની ઓફિસને તોડી પાડતા પાલિકાના કર્મચારીઓ

બૃહદ મુંબઈ મહાનગરપાલિકા (BMC)એ અભિનેત્રી કંગના રનોટ (Kangana Ranaut)ની ઑફિસમાં ગેરકાયદે બાંધકામ થયું છે તેની નોટિસ ફટકાર્યા પછી આજે સવારે વધારાના બાંધકામને તોડી પાડવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. જેના વિરુદ્ધ અભિનેત્રીએ મુંબઈ હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. પછી કોર્ટે આ તોડકામ પર સ્ટે મુકી દીધો છે. કંગનાએ મુંબઈની તુલના પાકિસ્તાન હસ્તક કાશ્મીર સાથે કરી હતી અને ત્યારબાદથી વિવાદ થયો હતો.

કંગના રનોટની ઓફિસના તોડકામ બાબાતે હાઈકોર્ટે બૂધવારે સ્ટે આપ્યો હતો અને કોર્ટે પાલિકાને ગુરુવારે બપોરે 3 વાગ્યા સુધીમાં અભિનેત્રીની અરજી પર જવાબ ફાઈલ કરવા જણાવ્યું છે.

અભિનેત્રીના વકીલ રિઝવાન સિદ્દીકીએ કહ્યું હતું, 'નોટિસ ગેરકાયદેસર રીતે આપવામાં આવી હતી અને તેઓ ગેરકાયદેસર રીતે ઓફિસમાં દાખલ થયા હતા. ઓફિસમાં કોઈ કામ ચાલતું નહોતું.'

આ પણ વાંચો: કંગનાની ઑફિસમાં BMCએ તોડફોડ શરૂ કરી, કંગનાએ ટ્વીટ્સમાં ફરી મુંબઇને કહ્યું POK

હાઈકોર્ટે કંગનાની ઓફિસમાં BMCએ કરેલી તોડફોડ પર સ્ટે મૂક્યો હતો. આવતીકાલે એટલે કે 10 સપ્ટેમ્બરના રોજ બપોરે ત્રણ વાગે આ કેસની બીજીવાર સુનાવણી હાથ ધરવામાં આવશે. કંગનાની આ ઓફિસ બાંદ્રાના પાલી હિલમાં છે. કંગનાએ ટ્વિટર પર તોડફોડની તસવીર પણ શૅર કરી હતી.

mumbai mumbai news brihanmumbai municipal corporation kangana ranaut bandra