ઠાકરે, રાઉત અને NCP કાર્યકર્તાઓ વિરુદ્ધ નોંધાયેલ જનહિત અરજીઓ બૉમ્બે HCએ ફગાવી

14 November, 2022 06:10 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

પદાધિકારી વિરુદ્ધ તપાસની માગ કરનારી એક વ્યક્તિ દ્વારા દાખલ ત્રણ જનહિત અરજીઓ ફગાવી દીધી છે. કૉર્ટે કહ્યું કે આ અરજીઓ રાજનીતિથી પ્રેરિત અને માત્ર પ્રચારમાં રહેવાને કારણે કરવામાં આવી છે.

તસવીર સૌજન્ય મિડ-ડે

બૉમ્બે હાઈકૉર્ટે ( Bombay High Court) સોમવારે શિવસેના નેતા ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) અને સંજય રાઉતની (Sanjay Raut) સાથે સાથે રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટીના (Nationalist Congress Party) એક પદાધિકારી વિરુદ્ધ તપાસની માગ કરનારી એક વ્યક્તિ દ્વારા દાખલ ત્રણ જનહિત અરજીઓ ફગાવી દીધી છે. કૉર્ટે કહ્યું કે આ અરજીઓ રાજનીતિથી પ્રેરિત અને માત્ર પ્રચારમાં રહેવાને કારણે કરવામાં આવી છે.

જસ્ટિસ એસ વી ગંગરપુરવાલા (S V Gangarpurwala) અને એસ જી ડિગે (S G Dige)ની ખંડપીઠે તે ત્રણ જનહિત અરજીઓ ફગાવી દીધી, જેમાંથી એકમાં એનસીપી નેતા અનિલ દેશમુખ (Anil Deshmukh) વિરુદ્ધ નોંધાયેલ કેસ પછી મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે વિરુદ્ધ તપાસની માગ કરવામાં આવી હતી. બીજી અરજીમાં શિવસેનાના રાજ્યસભા સાંસદ સંજય રાઉત વિરુદ્ધ COVID 19 કેન્દ્રોમાં દર્દીઓના આંકડામાં હેરાફેરી કરવામાં તેમની કહેવાતી ભૂમિકા માટે તપાસની માગ કરવામાં આવી હતી.

ત્રીજી જનહિત યાચિકામાં એક એનસીપી કાર્યકર્તા વિરુદ્ધ એવા નિવેદનની તપાસની માગ કરવામાં આવી હતી, જેના થકી સાર્વજનિક રૂપે કહેવાતી રીતે હિંસા પેદા થવાની શક્યતા રહે છે. સોમવારે અરજીઓની સુનાવણી કરતી પીઠ એ વાતથી પણ નારાજ હતી કે એક જ વ્યક્તિએ એટલી અરજીઓ કરી દીધી છે. અરજી દાખલ કરનાર વ્યક્તિએ પોતાનો પરિચય સામાજિક કાર્યકર્તા તરીકે આપ્યો છે.

આ પણ વાંચો : રાહુલ ગાંધી 22 નવેમ્બરના ગુજરાત પ્રવાસ પર, વિધાનસભા ચૂંટણી માટે કરશે પ્રચાર

હાઈકૉર્ટે કહ્યું, "આ અરજીઓ રાજનીતિથી પ્રેરિત લાગે છે. લોકોના હિતથી આને કોઈ લેવડ-દેવડ નથી. માત્ર પબ્લિસિટી ખાત આ દાખલ કરવામાં આવી છે. અમે અરજીઓમાં મૂકવામાં આવેલા આરોપમાં વધારે કંઈ મળી રહ્યું નથી, ન તો કોઈ દસ્તાવેજ છે, ન બીજું કંઈ. અમે કારણવગર તપાસના આદેશ આપી શકીએ નહીં."

mumbai news Mumbai maharashtra sanjay raut uddhav thackeray nationalist congress party bombay high court