કંગના રનોટે ફરી સંજય રાઉતના વિરોધમાં કર્યું આ ટ્વીટ...

25 October, 2020 04:47 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

કંગના રનોટે ફરી સંજય રાઉતના વિરોધમાં કર્યું આ ટ્વીટ...

ફાઈલ તસવીર

છેલ્લા ઘણા સમયથી અભિનેત્રી કંગના રનોટ શિવસેના અને તેમના નેતાઓ વિરુદ્ધ બોલવાનો એકેય ચાન્સ નથી છોડી રહી. એવામાં આજે કંગના રનોટે દશેરાની શુભેચ્છા આપતા પોસ્ટ શૅર કરી તેમાં પણ શિવસેના નેતા સંજય રાઉત ઉપર નિશાન સાધ્યો છે.

કંગનાએ પોતાના ઘરનો ફોટો શૅર કર્યો છે, જેના ઉપર પાલિકાએ કાર્યવાહી કરી હતી. મુંબઈ મહાપાલિકાએ કરેલા કાર્યવાહીના વિરોધમાં કંગનાએ ટ્વીટ કર્યું કે, મારુ તૂટેલુ સ્વપ્ન તમારા ચહેરા ઉપર હસી રહ્યુ છે સંજય રાઉત, પપ્પૂ સેના મારુ ઘર તોડી શકે છે પરંતુ મારા સાહસને નહીં તોડી શકે. બંગલો નંબર 5ને આજે ખરાબ સામે સારાની જીતને માનવામાં આવે છે.

આ ફોટો શૅર કરવાની સાથે કંગનાએ ભગવાન હનુમાનની તસવીર પણ શૅર કરી હતી. આ બે ફોટો શૅર કરી કંગનાએ સંજય રાઉત ઉપર નિશાન સાધીને ફરી વિવાદ ઉભો કરવાનો પ્રયત્ન કર્યો છે. હાલ કંગના તેની આગામી ફિલ્મ થલાઈવીની શૂટિંગમાં વ્યસ્ત છે, જે તામિલનાડુની પૂર્વ મુખ્યપ્રધાન જયલલિતાના જીવન ઉપર આધારિત છે.

kangana ranaut sanjay raut shiv sena brihanmumbai municipal corporation twitter