નકલી દવા અને ખાદ્ય પદાથોર્માં મિલાવટ કરનારાને આજીવન કેદની સજા:રામદેવ

20 June, 2019 09:30 AM IST  | 

નકલી દવા અને ખાદ્ય પદાથોર્માં મિલાવટ કરનારાને આજીવન કેદની સજા:રામદેવ

નકલી દવા અને ખાદ્ય પદાથોર્માં મિલાવટ કરનારાને આજીવન કેદ

21 જૂન, વિશ્વ યોગ દિવસ નિમિત્તે યોગના બ્રાન્ડ ઍમ્બેસેડર બાબા રામદેવ રાજ્યના નાંદેડમાં ૧.૫૦ લાખ લોકોની હાજરીમાં  યોગા કરશે. આ કાર્યક્રમમાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ પણ હાજરી આપી બાબા રામદેવ સાથે યોગા કરશે એવી શક્યતા છે. યોગ દિવસની ઉજવણી પહેલાં મુંબઈ ખાતે મંત્રાલયમાં મીડિયાકર્મીઓ સાથે વાત કરતાં બાબા રામદેવે કહ્યું હતું કે ‘જે લોકો ખાદ્ય ચીજવસ્તુઓમાં મિલાવટ કરતા ઝડપાય અથવા નકલી દવાઓ બનાવતા હોય એવા લોકોને આજીવન કેદની સજા સંભળાવવી જોઈએ. લોકોનાં સ્વાસ્થ્ય સાથે ચેડાં કરવું એ એક ઘોર પાપ છે.’ 

આ પણ વાંચો: વિધાનસભા ચૂંટણી બાદ CM બાબતે ઉદ્ધવ ઠાકરે સાથે બધું નક્કી કરાયું છે

બાબા રામદેવે આ પ્રસંગે કસરત, મૅડિટેશન, ન્યૂટ્રિશ્યન્સ પર વાત કરતી વખતે મિલાવટી પદાર્થો પર પોતાની ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે ‘તાજેતરમાં મને સાંભળવા મYયું હતું કે, ખાદ્ય પદાર્થોમાં મિલાવટ કરવાના ગુનામાં ચાઇનામાં એક વ્યક્તિને ફાંસીની સજા સંભળાવવામાં આવી હતી. મારું માનવું છે કે, આપણે પણ આવી એક શરૂઆત કરવી જોઈએ જેમાં આરોપીઓને આજીવન કેદની સજા સંભળાવવામાં આવે. લોકમાન્ય બાળ ગંગાધરે કહ્યું હતું કે, ‘સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે.’ હું કહું છું, ‘સ્વાસ્થ્ય મારો જન્મસિદ્ધ અધિકાર છે.’ માનવીનું સ્વાસ્થ્ય એટલું જ મહkવનું છે જેટલી અન્ય તમામ બાબતો.’

baba ramdev gujarati mid-day