31 January, 2025 11:47 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)નું વાર્ષિક બજેટ ત્રીજી ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવશે, જેમાં મુંબઈકરો પર નવો ટૅક્સ લગાડવાની સાથે પર્યાવરણ, પ્રદૂષણ અને બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ (BEST) માટે નક્કર ઉપાય યોજના તૈયાર કરવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ વર્ષે બજેટ ૬૫ હજાર કરોડ રૂપિયાનો આંકડો વટાવી શકે છે. ધારાવી રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટે અસરગ્રસ્તોને દેવનાર ડમ્પિંગ ગ્રાઉન્ડની ૧૨૪ એકર જમીન ફાળવવા માટે રાજ્ય સરકારે મંજૂરી આપી છે, પણ અહીંનો કચરો સાફ કરવામાં ૭થી ૮ વર્ષ લાગી શકે છે એટલે આ બાબતે બજેટમાં કોઈ યોજના જાહેર કરવામાં આવશે કે કેમ એના પર સૌની નજર છે.