નવરાત્રિ પૂરી થતાં BMCએ ૭૭૮૯ બૅનર્સ હટાવ્યાં

06 October, 2025 09:38 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગરબાના આયોજન માટે બનાવાયેલા ગેરકાયદે દરવાજા અને ટેમ્પરરી ઊભી કરાયેલી સજાવટ વગેરે પણ હટાવી લેવાયાં હતાં.

ગેરકાયદે બૅનર્સ અને હોર્ડિંગ્સ ઉતારી લેવાની કામગીરી બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) દ્વારા હાથ ધરવામાં આવી છે.

નવરાત્રિ પછી મુંબઈના રસ્તાઓ પર લગાવેલાં ગેરકાયદે બૅનર્સ અને હોર્ડિંગ્સ ઉતારી લેવાની કામગીરી બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) દ્વારા હાથ ધરવામાં આવી છે. સમયમર્યાદા પૂરી થઈ ગઈ હોય અથવા ગેરકાયદે લગાવાયાં હોય એવાં ૭૭૮૯ બૅનર્સ, હોર્ડિંગ્સ અને ઝંડા ઉતારી લેવામાં આવ્યાં છે. શુક્રવારે બૉમ્બે હાઈ કોર્ટે કરેલી મૌખિક ટિપ્પણીને પગલે BMC દ્વારા આ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. એ અંતર્ગત બે દિવસમાં ૫૫૨૨ બૅનર્સ, ૧૨૬૬ હોર્ડિંગ્સ (બોર્ડ્સ), ૫૦૮ પોસ્ટર્સ અને ૪૯૩ ઝંડા હટાવી લેવામાં આવ્યાં હતાં. આ ઉપરાંત ગરબાના આયોજન માટે બનાવાયેલા ગેરકાયદે દરવાજા અને ટેમ્પરરી ઊભી કરાયેલી સજાવટ વગેરે પણ હટાવી લેવાયાં હતાં.

mumbai news mumbai navratri brihanmumbai municipal corporation mumbai police mumbai high court