આ રાજ્યના CMનું ઘર ડિફૉલ્ટર જાહેર, નથી ચૂકવ્યું પાણીનું બિલ

24 June, 2019 12:00 PM IST  |  મુંબઈ

આ રાજ્યના CMનું ઘર ડિફૉલ્ટર જાહેર, નથી ચૂકવ્યું પાણીનું બિલ

એક તરફ મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીઓની તૈયારી ચાલી રહી છે. ત્યારે આ રાજ્યને લઈ એક રસપ્રદ ઘટના સામે આવી છે. બૃહન્નમુંબઈ મહાનગરપાલિકાએ રાજ્યના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસના સરકારી આવાસ 'વર્ષા'ને ડિફોલ્ટર જાહેર કરી દીધું છે. ફડણવીસના ઘરનું લગભગ સાડા સાત લાખ રૂપિયાનું પાણીનું બિલ બાકી છે. જેને કારણે BMCએ સીએમના ઘરને ડિફોલ્ટર જાહેર કરી દીધું છે. ફક્ત મુખ્યપ્રધાન ફડણવીસ જ નહીં, રાજ્ય સરકારના કુલ 18 મંત્રીઓના ઘર ડિફોલ્ટર જાહેર કરવામાં આવ્યા છે.

આ મામલાનો ખુલાસો RTIના જવાબમાં થયો છે. RTIમાં સામે આવ્યુ છે કે મહારાષ્ટ્રમાં બનેલા સરકારી આવાસોમાં મંત્રીઓ અને નેતાઓના આવાસ પાસેથી જ BMCના લગભગ 8 કરોડ રૂપિયા બાકી છે. RTIના ખુલાસા બાદ એ નામ પણ સામે આવી રહ્યા છે, જેમની પાસેથી બિલ વસુલવાના બાકી છે.

ચોંકાવનારી વાત એ છે કે આ લિસ્ટમાં સૌથી પહેલું નામ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસનું છે. આ ઉપરાંત સ્થાનિક મીડિયાના રિપોર્ટ પ્રમાણે આ લિસ્ટમાં પંકજા મુંડે, એકનાથ શિંદે, સુધીર મુંગટીવાર, વિનોદ તાવડે જેવા રાજ્યના મોટા નેતાઓના નામ સામેલ છે.

ઉલ્લેખનીય છે કે બીએમસીમાં પણ શિવસેના અને ભાજપનું જ શાસન છે. અને છેલ્લા ઘણા વર્ષોથી આ જ પાર્ટીઓ બીએમસીનું કામ ચલાવી રહ્યા છે.

વિધાનસભા ચૂંટણી પહેલા જ ઝટકો

રાજ્યમાં ટૂંક સમયમાં જ વિધાનસભાની ચૂંટણી થવાની છે. ત્યારે ભાજપ ફરી એકવાર દેવેન્દ્ર ફડણવીસની આગેવાનીમાં જ ચૂંટણી લડવા જઈ રહ્યું છે. દેવેન્દ્ર ફડણવીસ રાજ્યમાં એક થયાત્રા યોજી રહ્યા છે, જે દરેક વિધાનસભા વિસ્તારમાંથી નીકળશે. ચૂંટણી પહેલા થયેલો આ ખુલાસો વિરોધ પક્ષને સીએમ વિરુદ્ધ પ્રહાર કરવાનો મોકો આપી શકે છે.

આ પણ વાંચોઃ આ રીતે યોગાસન કરતા દેખાયા અમૃતા ફડણવીસ, જુઓ ફોટોઝ

ભાજપે આ વખતે રાજ્યમાં 220 બેઠકનું લક્ષ્ય રાખ્યું છે. તો કેટલાક દિવસ પહેલા શિવસેનાએ પોતાના સ્થાપના દિવસે સામનામાં લેખ લખીને કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં આગામી સીએમ શિવસેનાના જ હશે.

devendra fadnavis mumbai news brihanmumbai municipal corporation