આ રીતે યોગાસન કરતા દેખાયા અમૃતા ફડણવીસ, જુઓ ફોટોઝ

Published: Jun 23, 2019, 18:04 IST | મુંબઈ

આ દરમિયાન અમૃતા ફડણવીસે જુદા જુદા યોગાસન કર્યા હતા. દિવ્યા ફાઉન્ડેશન દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં અમૃતા ફડણવીસ જોવા મળ્યા હતા, આ કાર્યક્રમમાં સુનીલ શેટ્ટી પણ સામેલ થયા હતા.

21 જૂને વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય યોગા દિવસની ઉજવણી થઈ. આપણા દેશમાં પણ ખૂણે ખૂણે યોગના કાર્યક્રમ યોજાયા. ત્યારે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસના પત્ની અમૃતા ફડણવીસે પણ મુંબઈમાં યોગ કાર્યક્રમમાં ભાગ લઈને યોગ દિવસની ઉજવણી કરી હતી. આ દરમિયાન અમૃતા ફડણવીસે જુદા જુદા યોગાસન કર્યા હતા. દિવ્યા ફાઉન્ડેશન દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં અમૃતા ફડણવીસ જોવા મળ્યા હતા, આ કાર્યક્રમમાં સુનીલ શેટ્ટી પણ સામેલ થયા હતા.

AMRITA FADANVIS

આ યોગ દિવસના કાર્યક્રમમાં અમૃતા ફડણવી એક્વા બ્લુ કલરનું વેલ્વેટનું ટ્રેક સ્યૂટ પહેરીને પહોંચ્યા હતા. આ સાથે જ પોની ટેલના કારણે તેઓ એક પરફેક્ટ સ્પોર્ટી લૂકમાં દેખાયા હતા. અમૃતા ફડણવીસે પોતાના યોગ દિવસના ફોટોઝ ઈન્સ્ટાગ્રામ પર પણ પોસ્ટ કર્યા છે. જેની સાથે તેમણે લખ્યું છે,'On this #internationaldayofyoga #internationaldayofyoga2019 ‬ .... Let’s have an Inclusive approach in all our actions towards bringing about a positive change !.... Let us take the knowledge & message of health & healthy lifestyle to every strata of the society !!'

 
 
 
View this post on Instagram

‪#Celebrated International Yoga Day with differently abled friends - organised by @divyajfoundation with the help of Shri Mahesh Landge ! Systematic -yoga & meditation will definitely help them to realise the fact that-They are different ,but not less... On this #internationaldayofyoga #internationaldayofyoga2019 ‬ .... Let’s have an Inclusive approach in all our actions towards bringing about a positive change !.... Let us take the knowledge & message of health & healthy lifestyle to every strata of the society !! Special thanks to @suniel.shetty for inspiring the paticipants by your presence! Thank you @deepa_paralympian ji for your motivation ! @kavin_80 @mickey_mehta

A post shared by Amruta Fadnavis (@amruta.fadnavis) onJun 21, 2019 at 11:52pm PDT

મહારાષ્ટ્રના ફર્સ્ટ લેડી અમૃતા ફડણવીસ જુદા જુદા સામાજિક કાર્યક્રમોમાં હાજરી આપવા માટે જાણીતા છે. આ સાથે જ એક સપોર્ટિવ પત્ની તરીકે તે લાખો મહિલાઓના રોલ મોડેલ પણ છે. આ ઉપરાંત પોતાની ક્લાસી અને એલગિન્ટ ફેશન સેન્સના કારણે અમૃતા ફડણવીસ સ્ટાઈલ આઈકન પણ છે.

AMRITA FADANVIS

ઉલ્લેખનીય છે કે અમૃતા ફડણવીસ સિંગર, બેન્કર, સામાજિક કાર્યકર્તા પણ છે.

AMRITA FADANVIS

અમૃતા ફડણવીસે કેટલાક દિવસો પહેલા એક રેડ બાઈક પર બેસીને ફોટો સૅર કર્યો હતો, આ ફોટો તેમની લાઈફની બોલ્ડ પર્સનાલિટી દર્શાવતો હતો. અમૃતા ફડણવીસ સમયાંતરે રાજકીય કાર્યક્રમોની સાથે સાથે ચેરિટી શોઝમાં પણ હાજરી આપે છે. અને મ્યુઝિક ઈવેન્ટમાં પણ હાજરી આપતા રહે છે. જો કે તેમની આ બોલ્ડ અને ડેરિંગ સાઈડ ઈન્સ્પાયરિંગ હોવાની સાથે સાથે નવી છે. તેમણે આ ફોટગ્રાફ્સ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શૅર કર્યા છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK