25 November, 2026 08:56 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) દ્વારા પવઈના રિઝર્વાેયરમાંથી પાણીની સપ્લાય કરતી મેઇન પાઇપલાઇનનું સમારકામ ગુરુવારે હાથ ધરાવાનું છે. ગુરુવારે સવારે ૯ વાગ્યાથી શુક્રવારે સવારે ૯ વાગ્યા સુધી આ કામ ચાલવાનું છે. આ સમયગાળા દરમ્યાન BMCના G નૉર્થ, K સાઉથ, K નૉર્થ, H ઈસ્ટ અને S વૉર્ડમાં પાણીસપ્લાય રોકી દેવામાં આવશે. એ ઉપરાંત K સાઉથ અને N વૉર્ડમાં પાણીનું પ્રેશર ઓછું રહેશે. શુક્રવારે પણ પાણીનું પ્રેશર ઓછું રહેશે. સમારકામ કરાયેલું હોવાથી પાણીમાં માટી આવવાની શક્યતા છે, માટે લોકોને પાણી ઉકાળીને પીવાનું સૂચન BMCએ કર્યું છે.
ધારાવી, માહિમ, અંધેરી-ઈસ્ટ, પવઈ, બાંદરા ટર્મિનસ, બાંદરા-ઈસ્ટ, ભાંડુપ અને કાંજુરમાર્ગના કેટલાક વિસ્તારોમાં પાણીની સપ્લાય નહીં થાય. શુક્રવારે પાણીનું પ્રેશર ઓછું રહેશે એથી લોકોને સાચવીને પાણી વાપરવાની સલાહ આપવામાં આવી છે.