મુંબઈની લોકલ ટ્રેનમાં સૂર રેલાવતાં નેત્રહિન પતિ-પત્નીનો વાઇરલ વીડિયો અચૂક જોજો

10 January, 2023 03:50 PM IST  |  Mumbai | Rachana Joshi

લોકલ ટ્રેનમાં મુસાફરી કરતી વખતે જો આ સુરીલો અવાજ કાને પડે તો ચોંકશો નહીં

ફાઇલ તસવીર

મુંબઈ (Mumbai)ની લાઇફલાઈન ગણાતી લોકલ ટ્રેન (Local Train)માં દરરોજ લાખો લોકો મુસાફરી કરે છે. શહેરની લાઇફલાઈન લોકલ અનેક લોકોની લાઇફ ખરેખર બનાવે છે, તેનું વધુ એક જીવંત ઉદાહરણ તાજેતરમાં જોવા મળ્યું છે. લોકલ ટ્રેનમાં પ્રવાસીઓનું મનોરંજન કરીને પોતાના જીવનની ગાડી ચલાવવા માટે એક નેત્રહિન પતિ-પત્ની જબરજસ્ત મહેનત કરી રહ્યાં છે. જેનો વીડિયો સોશ્યલ મીડિયા (Social Media) પર બહુ વાયરલ થયો છે.

જો તમે નિયમિત લોકલ ટ્રેનમાં મુસાફરી કરતા હોવ તો તમે ઘણીવાર એવા નજારા જોયા હશે કે, ગુજરાન ચલાવવા માટે લોકો અનેક પ્રકારના કામ કરતા હોય છે. ક્યારેક કોઈ જ્વેલરી વેચતાં તો કોઈ બક્કલ વેચતાં દેખાય. ક્યારેક નાના બાળકો ટીશ્યુ પેપર અને બૉલપેન વેચતાં પણ જોવા મળે છે. તો ક્યારેક કોઈક ગુજરાન ચલાવવા માટે ભીખ માંગતું પણ જોવા મળે છે. સામાન્ય રીતે શરીરમાં જો કોઈ ખોડ-ખાપણ હોય તો ભીખ માંગવાનો રસ્તો પકડીને ગુજરાન ચલાવવાનો રસ્તો શોધતા હોય છે. આ બધા વચ્ચે ક્યારેક કોઈક ખુમારીથી જીવતું પણ જોવા મળી જાય છે.

આ પણ વાંચો - હવે રિટાયર થવાનો સમય, આદિત્ય ઠાકરે સંભાળશે.. શું ઉદ્ધવના શબ્દો બોલ્યા રાઉત?

તાજેતરમાં સોશ્યલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે. જેમાં નેત્રહિન પતિ-પત્ની સૂર તાલને સથવારે લોકોનું મનોરંજન કરીને ભીખમાં જે મળે તેના સહારે જીવન ગુજારે છે.

તમને લોકલ ટ્રેનમાં આ પતિ-પત્નીનો અવાજ સાંભળવા મળે તો ચોંકી ન જતા! વીડિયોમાં દેખાતા આ ભાઈનું નામ છે ગણેશ રાઠોડ. તેઓ વિરારના રહેવાસી છે. પત્ની અને બન્ને નેત્રહીન છે. ભગવાને તેમને ભલે આંખો નથી આપી પણ સુર-તાલની સમજણ બહુ આપી છે. ગણેશભાઈ પોતાની પ્રજ્ઞાચક્ષુ પત્નીને ખભે તાલ આપી ગીત ગાઇને લોકલ ટ્રેનમાં મુસાફરોનું મનોરંજન કરે છે. પછી ભીખમાં જે મળે તે સ્વીકારીને આગળ વધે છે. દરરોજ આ જ રીતે ટ્રેનમાં ગીત ગાવું એ તેમનું કામ છે.

આ પણ વાંચો - યુવા કલાકારનો હુંકાર, નાટકને સંસ્કૃતિના જતન અને જનજાગૃતિનું માધ્યમ બનાવીએ

ગણેશભાઈ અને તેમની પત્નની ટેલેન્ટ જોઈને એક પ્રશ્ન મનમાં ચોક્કસ થાય કે, આ ટેલેન્ટ ટીવી પર કે દુનિયાની સામે ક્યારે આવશે?

અને હા… જો તમને આ અવાજ લોકલ ટ્રેનમાં સાંભળવા મળે તો ચોંકી ન જતાં પણ તેમને ચોક્કસ બિરદાવજો.

mumbai mumbai news mumbai local train viral videos rachana joshi