17 February, 2025 01:03 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફટાકડાની એક ફૅક્ટરીમાં ગઈ કાલે બપોરે એક વાગ્યે થયેલા બ્લાસ્ટમાં બે જણનાં મોત થયાં
નાગપુરથી ૫૦ કિલોમીટર દૂર કળમેશ્વર તાલુકાના કોતવાલબુડીમાં આવેલી ફટાકડાની એક ફૅક્ટરીમાં ગઈ કાલે બપોરે એક વાગ્યે થયેલા બ્લાસ્ટમાં બે જણનાં મોત થયાં હતાં અને અનેક લોકો ઘાયલ થયા હતા. બ્લાસ્ટને કારણે આગ પણ લાગી હતી, જે બાજુના જંગલમાં ફેલાઈ હતી. જોકે એ વધુ વકરે એ પહેલાં એના પર થોડી જ વારમાં કાબૂ મેળવી લેવાયો હતો. આ ઘટનાની જાણ થતાં પોલીસ, પ્રશાસન, ફાયર બ્રિગેડ અને સરકારી ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયાં હતાં અને રેસ્ક્યુ ઑપરેશનને દોરવણી આપી હતી.