બીએમસીમાં વિરોધ પક્ષના નેતાનું પદ બીજેપીને નહીં મળે

17 February, 2021 01:00 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બીએમસીમાં વિરોધ પક્ષના નેતાનું પદ બીજેપીને નહીં મળે

પ્રતીકાત્મક તસવીર

મુંબઈ મહાનગરપાલિકામાં પોતાને વિરોધ પક્ષના નેતાનું પદ મળવું જોઈએ એવી બીજેપીની અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી. બીજેપીએ શિવસેના સાથે છેડો ફાડ્યા બાદ સંખ્યાબળના આધારે બીએમસીમાં વિરોધ પક્ષના નેતાનું પદ મળવું જોઈએ એવી માગણી કરી હતી. જોકે તેમની આ માગણી હાઈ કોર્ટે માન્ય ન રાખતાં તેમણે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી, જે ન્યાયમૂર્તિએ માન્ય નહોતી રાખી. અત્યારે આ પદ કૉન્ગ્રેસ પાસે છે. સુપ્રીમ કોર્ટના જજે પોતાનો ચુકાદો આપતાં કહ્યું હતું કે ‘રાજકારણમાં આજે તમે જેના મિત્ર છો, કાલે તેના મિત્ર નહીં હો. રાજકારણમાં આવું તો રોજ ચાલ્યા કરે.’

mumbai mumbai news brihanmumbai municipal corporation shiv sena bharatiya janata party