Mumbai: ઝૂંપડપટ્ટી અને ચૉલના લોકો માટે મોટા સમાચાર, જાણો પીયૂષ ગોયલે શું કહ્યું ?

15 January, 2023 09:26 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

નેશનલ ટેક્સટાઇલ કોર્પોરેશન (NTC) એ મુંબઈના પ્રાઇમ એરિયામાં સ્થિત તેની નવ બંધ મિલોના પરિસરમાં રહેતા લોકોના પુનર્વસન માટે એક સમિતિની રચના કરી છે.

પીયુષ ગોયલ

નેશનલ ટેક્સટાઇલ કોર્પોરેશન (NTC) એ મુંબઈના પ્રાઇમ એરિયામાં સ્થિત તેની નવ બંધ મિલોના પરિસરમાં રહેતા લોકોના પુનર્વસન માટે એક સમિતિની રચના કરી છે. રવિવારે આ માહિતી આપતાં કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલે કહ્યું કે આ મિલોના પુનર્વિકાસને ઝડપી બનાવવામાં મદદ કરશે. મુંબઈમાં લગભગ એક ડઝન કોટન/ટેક્ષટાઈલ મિલો બંધ પડી છે અને હજારો લોકો હજુ પણ આ મિલ સંકુલોમાં ઝૂંપડાં અને ચૉલમાં રહે છે.

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલે અહીં પત્રકારોને જણાવ્યું હતું કે, NTC, MHADA અને MMRDA, મહારાષ્ટ્ર સરકાર સાથે મળીને શહેરમાં તેની નવ મિલ જમીનોના પુનર્વિકાસને ઝડપી બનાવવા માટે એક સમિતિની રચના કરી છે. જો કે, ગોયલે એ સ્પષ્ટ કર્યું નથી કે રિડેવલપમેન્ટ માટે કઈ મિલોની પસંદગી કરવામાં આવી છે. મંત્રીએ કહ્યું કે આ નવ મિલોમાં 1,860 ચૉલ છે, જેમાં હજારો લોકો રહે છે અને સમિતિનું કામ માત્ર તેમનું પુનર્વસન કરવાનું છે અને તેનો પુનર્વિકાસ કરવાનું નથી.

આ પણ વાંચો:Mumbaiમાં બે વર્ષ બાદ તાતા મેરેથૉન, તસવીરોમાં ઊમટ્યું માનવ મેહરામણ, આ છે વિજેતાઓ

પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે આ નવ મિલોમાંથી 56,000 ચોરસ મીટર જમીન રિડેવલપમેન્ટ માટે ઉપલબ્ધ થઈ શકે છે. તેમણે કહ્યું કે આ અંગે રિયલ્ટી કન્સલ્ટન્ટ કુશમેન એન્ડ વેકફિલ્ડની પણ નિમણૂક કરવામાં આવી છે.

mumbai news piyush goyal