ભાઇંદર-વસઈ જેટ્ટીનું કામ પૂરું થવાથી વાહનચાલકોનો સમય ને ઈંધણ બચશે

18 June, 2019 10:53 AM IST  |  મુંબઈ

ભાઇંદર-વસઈ જેટ્ટીનું કામ પૂરું થવાથી વાહનચાલકોનો સમય ને ઈંધણ બચશે

ભાઈંદરથી વસઈ જવા માટે વાહનચાલકોએ અત્યારે હાઇવે સિવાય કોઈ વિકલ્પ ન હોવાથી સમય અને ઈંધણના વેડફાટની સાથે ટ્રાફિકનો સામનો કરવો પડે છે. લોકોની આ સમસ્યાને ધ્યાનમાં રાખીને ભાઈંદરથી ૧૫ મિનિટમાં વસઈ પહોંચી શકાય એ માટે ૨૦૧૭માં સ્થાનિક સંસદસભ્ય રાજન વિચારેએ રો-રો સર્વિસ શરૂ કરવા માટેની મંજૂરી મૅરિટાઇમ બોર્ડ પાસેથી મેળવી હતી.

આ કામ માટે સરકાર દ્વારા ૧૪ કરોડ ૨૫ લાખ રૂપિયા ફાળવીને ભાઈંદર અને વસઈ એમ બન્ને બાજુએ જેટ્ટી બાંધવાનું કામ શરૂ કરાયું હતું. જોકે વચ્ચે કામની ઝડપ કોઈક કારણસર ઓછી થતાં રાજન વિચારેએ સંબંધિત અધિકારીઓ સાથે ચર્ચા કરીને કામ ફરી શરૂ કરાવ્યું હતું, જે દિવાળી સુધી પૂરું થાય એવી શક્યતા છે.

mumbai vasai news