લોકસભાની ચૂંટણી પહેલાં દેવેન્દ્ર ફડણવીસનો લોકસંવાદ

03 January, 2019 08:46 AM IST  | 

લોકસભાની ચૂંટણી પહેલાં દેવેન્દ્ર ફડણવીસનો લોકસંવાદ

સીએમ દેવેન્દ્ર ફડણવીસ

મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે રાજ્યની જનતા સાથે વિડિયો-કૉન્ફરન્સિંગ દ્વારા ‘લોકસંવાદ’નો ઉપક્રમ ગઈ કાલથી શરૂ કર્યો હતો. આ પ્રકારનો લોકસંવાદ દર મહિને બે વખત યોજવામાં આવશે. ગઈ કાલે પ્રધાનમંત્રી આવાસ યોજના તથા અન્ય રહેઠાણ યોજનાઓના ૫૯૮ લાભાર્થીઓ લોકસંવાદમાં સહભાગી થયા હતા.

આ પણ વાંચોઃ શિવસેનાએ કેમ હજીયે BJP સાથે છેડો નથી ફાડ્યો?

વિડિયો-કૉન્ફરન્સિંગ વેળા મુખ્ય પ્રધાન મંત્રાલયમાં અને લાભાર્થીઓ જિલ્લા-કલેક્ટરોની ઑફિસોમાં હતા. દેવેન્દ્ર ફડણવીસે અગાઉ શરૂ કરેલો જનતા સાથે સંવાદનો કાર્યક્રમ ‘મી મુખ્ય મંત્રી બોલતોય’ ૨૦૧૭ના નવેમ્બર મહિનામાં થંભી ગયો હતો.

devendra fadnavis mumbai