સાયનની સ્કૂલની સેકન્ડ ટૉપર અવિશી શાહને કરવું છે બિઝનેસ મૅનેજમેન્ટ

18 June, 2022 10:50 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ બધાની સાથે મારી મહેનત તો ખરી જ. સારા માર્ક્સ મેળવવા માટે હાર્ડ વર્ક ઇઝ મસ્ટ. એ સમયે કોવિડનો સમય હતો. અમારી સ્કૂલ છ મહિના તો ઑનલાઇન હતી. આમ છતાં બધા સંજોગોને મૅનેજ કરીને હું અભ્યાસ કરતી હતી.

સાયનની સ્કૂલની સેકન્ડ ટૉપર અવિશી શાહને કરવું છે બિઝનેસ મૅનેજમેન્ટ

સાયનમાં રહેતી અને માટુંગાની ગુજરાતી કેળવણી મંડળ દ્વારા સંચાલિત સ્વાધ્યાય ભવન સ્કૂલની વિદ્યાર્થિની અવિશી દીપેન શાહ દસમા ધોરણની પરીક્ષામાં ૯૭.૨૦ ટકા માર્ક્સ સાથે સ્કૂલની સેકન્ડ ટૉપર બની છે. તેણે ભવિષ્યમાં કૉમર્સ ભણીને બિઝનેસ મૅનેજમેન્ટ કરવું છે. 
મારાં મમ્મી-પપ્પા, સ્કૂલના ટીચરો અને ફ્રેન્ડ્સના સતત સાથસહકાર અને માર્ગદર્શનને કારણે હું આ સફળતા મેળવી શકી છું એમ જણાવતાં અવિશીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારી સ્કૂલ ઑનલાઇન હતી. આમ છતાં મને જ્યારે પણ ભણવામાં સમસ્યા આવતી કે હું ક્યાંય અટકતી ત્યારે આ બધા જ મને માર્ગદર્શન આપતા હતા. આ બધાની સાથે મારી મહેનત તો ખરી જ. સારા માર્ક્સ મેળવવા માટે હાર્ડ વર્ક ઇઝ મસ્ટ. એ સમયે કોવિડનો સમય હતો. અમારી સ્કૂલ છ મહિના તો ઑનલાઇન હતી. આમ છતાં બધા સંજોગોને મૅનેજ કરીને હું અભ્યાસ કરતી હતી. એને કારણે જ હું ૯૫ ટકા માર્ક્સની અપેક્ષા રાખી હતી એને બદલે ૯૭.૨૦ ટકા માર્ક્સ મેળવવામાં સફળ રહી હતી. મારી મમ્મી ખ્યાતિ અને પપ્પા દીપેન શાહ બંને કૉમર્સ ગ્રૅજ્યુએટ છે.’

Mumbai mumbai news sion