ઑટોમાં હૅપી અવર્સ : બપોરે ચાર કલાક 15 ટકા ઓછા ભાડાને સરકારે મંજૂરી આપી

12 March, 2020 10:51 AM IST  |  Mumbai

ઑટોમાં હૅપી અવર્સ : બપોરે ચાર કલાક 15 ટકા ઓછા ભાડાને સરકારે મંજૂરી આપી

ઑટોરિક્ષા

મુંબઈમાં ઑટોરિક્ષાના ભાડામાં બપોરે ૧૨થી ૪ વાગ્યાના હૅપી અવર્સ દરમ્યાન ૧૫ ટકા ઓછું ભાડું કરવાની ખટુઆ પૅનલે કરેલી ભલામણને રાજ્ય સરકારે મંજૂર કરીને એને અમલમાં મૂકવાનો ઠરાવ પસાર કર્યો છે. જોકે સરકારે ચાર સભ્યોની પૅનલની કાળીપીળી ટૅક્સી અને ઓલા-ઉબર ટૅક્સી માટેની આવી ભલામણ ફગાવી દીધી હતી.

રાજ્ય સરકારે સોમવારે રિક્ષાના ભાડા બાબતના ઠરાવને કેટલીક શરતો સાથે મંજૂરી આપી હતી. જોકે ઑટો રિક્ષા યુનિયનોએ આ ઠરાવ સામે વિરોધ વ્યક્ત કરવાની ચીમકી આપીને જરૂર પડશે તો સરકારનો સંપર્ક સાધવાનું કહ્યું છે.

રાજ્યના ટ્રાન્સપોર્ટ વિભાગના અધિકારીઓ સાથે આ બાબતે વાત કરવાનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો. ચાર સભ્યોની ખટુઆ પૅનલે ભલામણ કરી છે કે ઑટો અને ટૅક્સીના મિનિમમ ૧.૫ કિલોમીટરને બાદ કરતાં ભાડામાં બપોરના ૧૨થી ૪ વાગ્યા દરમ્યાન ૧૫ ટકાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવે.

આ પણ વાંચો : મુંબઈ મહાનગરપાલિકાએ છત્રપતિ શિવાજી મહારાજ પાર્ક નામ આપ્યું

પૅનલના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ નવા કન્સેપ્ટથી ગૃહિણીઓ અને સિનિયર સિટિઝનો માટે હેપ્પી અવર્સ પુરવાર થશે, કારણ કે તેમનો ઘરની બહાર નીકળવાનો સમય ફિક્સ નથી હોતો.

mumbai mumbai news brihanmumbai electricity supply and transport