હાલ નહીં થાય પરમબીર સિંહની ધરપકડ, 22 જૂન સુધી મળ્યું પ્રૉટેક્શન

14 June, 2021 04:10 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મહારાષ્ટ્ર સરકાર મુંબઇ પોલીસના પૂર્વ આયુક્ત પરમબીર સિંહ વિરુદ્ધ અત્યાચારને અટકાવવાના અધિનિયમ હેઠળ નોંધાયેલા એક કેસમાં 22 જૂન સુધી તેની ધરપકડ નહીં કરે.

પૂર્વ પોલીસ અધિકારી પરમ બીર સિંહ (તસવીર સૌજન્ય મિડ-ડે)

EX Mumbai Top Cop Param Bir Singh Gets Relief: મહારાષ્ટ્ર સરકારના પૂર્વ આયુક્ત પરમબીર સિંહ વિરુદ્ધ અત્યાચારને અટકાવવાના અધિનિયમ હેઠળ નોંધાયેલા કેસમાં 22 જૂન સુધી નેતી ધરપકડ નહીં કરે. આ વિશે સોમવારે મુંબઇ ઉચ્ચ ન્યાયાલયને સૂચિત કરવામાં આવ્યું છે.

મહારાષ્ટ્ર સરકાર તરફથી રજૂ વરિષ્ઠ અધિવક્તા દારિયસ ખમ્બાટાએ ઉચ્ચ ન્યાયાલયને સૂચિત કર્યું કે તેમના પહેલા નિવેદન પ્રમાણે, આ મામલે વરિષ્ઠ પોલીસ અધિકારી પરમબીર સિંહની કોઇપણ `દંડાત્મક કાર્યવાહી`થી રક્ષાની જે વાત કહેવામાં આવી હતી હવે તેની સમયમર્યાદા લંબાવીને 22 જૂન કરી દેવામાં આવશે. ખમ્બાટાના આ કહેવા પર ન્યાયમૂર્તિ પીબી વરાલે અને ન્યાયમૂર્તિ એસપી તાવડેએ મામલે સુનાવણી 22 જૂન સુધી સ્થગિત કરી દીધી છે.

સુનાવણી સિંહની અરજી પણ ચાલતી હતી જેમાં તેમણે થાણે પોલીસ દ્વારા તેમના વિરુદ્ધ અત્યાચાર અટકાવવાના અધિનિયમ હેઠળ નોંધાયેલ પ્રાથમિકી રદ કરવાની માગ કરી છે. આ સિવાય તેમણે રાજ્ય સરકાર દ્વારા તેમના વિરુદ્ધ શરૂ કરવામાં આવેલી પ્રારંભિક તપાસને પણ પડકાર આપ્યો છે.

અકોલા પોલીસ સ્ટેશનમાં નિરીક્ષક બીઆર ઘાડગેની ફરિયાદ પર સિંહ વિરુદ્ધ આ વર્ષે એપ્રિલમાં અત્યાચારને અટકાવવાના અધિનિયમ હેઠળ પ્રાથમિકી નોંધવામાં આવી હતી. અનુસૂચિત જાતિમાંથી આવતા ઘાડગેએ આરોપ મૂક્યો હતો કે એક અપરાધિક કેસમાં કેટલાક આરોપીઓને લાભ આપવા માટે સિંહના ગેરકાયદેસર આદેશનું પાલન કરવાની તેમણે ના પાડી દીધી હતી જેના પછી સિંહે અન્ય લોકો સાથે મળીને અમાન્ય વસૂલીના કેટલાક કેસમાં તેને ફસાવવાનો ષડયંત્ર રચ્યો. એક અન્ય અરજીમાં સિંહે રાજ્ય સરકાર દ્વારા ભ્રષ્ટાચાર તથા કદાચારના આરોપોમાં તેમના વિરુદ્ધ શરૂ કરવામાં આવેલી બન્ને તપાસને પડકાર આપ્યો છે.

Mumbai mumbai news mumbai police bombay high court