Maharashtra: હાલ કોવિડ-૧૯ની ચોથી લહેરના કોઈ સંકેત નથી: આરોગ્ય પ્રધાન રાજેશ ટોપે

12 May, 2022 09:08 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ચિંતા કરવાનું કોઈ કારણ નથી કારણ કે હોસ્પિટલમાં દાખલ થવાનું પ્રમાણ ખૂબ ઓછું છે.

ફાઇલ તસવીર

મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના કેસોમાં વધારો થતો હોવા છતાં રાજ્યમાં હાલ રોગચાળાની ચોથી લહેર કોઈ દૃશ્ય ઊભરી રહ્યું નથી અને નવા સંક્રમણ મોટાભાગે બેથી ચાર જિલ્લાઓ સુધી મર્યાદિત છે, એમ આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ જણાવ્યું હતું.

બુધવારે પત્રકારો સાથે વાત કરતા ટોપેએ જણાવ્યું હતું કે “ગયા અઠવાડિયે ગુજરાતમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા આયોજિત બેઠક દરમિયાન, તેમણે પંજાબ, દિલ્હી અને ઉત્તર પ્રદેશના તેમના સમકક્ષો સાથે વાતચીત કરી હતી, જેમણે છેલ્લા કેટલાક અઠવાડિયામાં નવા કોરોના વાયરસ કેસમાં વધારો નોંધ્યો છે.”

તેમણે કહ્યું કે “પંજાબ, દિલ્હી અને ઉત્તર પ્રદેશના આરોગ્ય પ્રધાનોએ તેમને કહ્યું કે કેસ વધી રહ્યા છે, પરંતુ ચિંતા કરવાનું કોઈ કારણ નથી કારણ કે હોસ્પિટલમાં દાખલ થવાનું પ્રમાણ ખૂબ ઓછું છે."

કેસોની સંખ્યામાં વધારો થવાનો દર ઓછો છે. મહારાષ્ટ્રમાં દરરોજ 125-150 કેસ હોય છે અને તે પણ મુંબઈ, થાણે, પુણે, નાસિક જેવા ચોક્કસ વિસ્તારોમાં તો તમે જોઈ શકો છો કે આ બેથી ચાર જિલ્લાઓ મર્યાદિત છે. તેનો અર્થ એ નથી કે ગભરાટભરી પરિસ્થિતિ છે અને ચોથી લહેર નજીક છે.” ટોપેએ કહ્યું હતું.

“પરંતુ અમે દૈનિક કેસો પર નજર રાખીએ છીએ. જો સંક્રમણ સતત વધશે તો અમે ICMR (ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ)ની માર્ગદર્શિકા મુજબ પગલાં લઈશું.” તેમણે ઉમેર્યું હતું.

mumbai mumbai news maharashtra coronavirus covid19