બાપ રે! આટલી મોટી રકમ! એપલના CEO અંબાણી પરિવારને એક મહિનાનું આટલું ભાડું ચૂકવશે

24 April, 2023 12:44 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મુંબઈ(Mumbai) ભારતનો પ્રથમ એપલ સ્ટોર( Apple Store in India) ખુલ્યો ત્યારથી ચોતરફ તેની જ ચર્ચા છે. પરંતુ શું તમને એ ખબર છે કે આ સ્ટોરનું ભાડું કેટલું છે? જે એપલના CEOએ અંબાણી પરિવારને ચુકવાનું છે.

એપલના સ્ટોરના ઉદ્ઘાટન સમયે ટિક કૂકે ગ્રાહકોનું સ્વાગત કર્યુ હતું

ભારતમાં પહેલો એપલ સ્ટોર (Apple Store in India) ખુલી ગયો છે, જેના કારણે સોશિયલ મીડિયા પર ચર્ચા જોરમાં છે. મુંબઈમાં ખુલેલા પ્રથમ એપલ સ્ટોર (Mumbai Apple Store)ની દરેક બાબતો વિશે ખુબ જ ચર્ચા થઈ રહી છે. પરંતુ શું તમે જાણો છો કે આ એક સ્ટોરનું માસિક ભાડું 2 BHK ફ્લેટની કિંમત કરતાં પણ વધુ છે. બીજી તરફ અંબાણી પરિવાર (Ambani Family)ના મોલમાં ખોલવામાં આવેલા આ સ્ટોરના મહિનાના ભાડાની રકમ જાણીને ઘણા લોકો ચોંકી જવાના છે. એપલ સ્ટોરના લૉન્ચિંગ વખતે અનેક સેલેબ્સ પણ હાજર રહ્યાં હતા. એક્ટ્રેસ મૌની રોય એપલ સ્ટોરના લોન્ચિંગ પ્રસંગે પતિ સાથે પહોંચી હતી તો આ ઈવેન્ટમાં માધુરી દીક્ષિત, અરમાન મલિક, નેહા ધૂપિયા, બોની કપૂર અને અરમાન મલિક પણ જોવા મળ્યા હતા.

`રિલાયન્સ જિયો વર્લ્ડ ડ્રાઇવ મોલ` માં આવેલ એપલ કંપનીનો સ્ટોર ઘણો વૈભવી છે. મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે એનર્જી એફિશિયન્ટ ડિઝાઇનમાં બનેલા આ સ્ટોરનું માસિક ભાડું 42 લાખ છે. અહેવાલો અનુસાર, મુંબઈમાં અંબાણીની માલિકીના મૉલે લગભગ 20,800 ચોરસ ફૂટ જગ્યા માટે Apple સાથે 11 વર્ષનો કરાર કર્યો છે. તે જ સમયે, સ્ટોરના ભાડામાં દર ત્રણ વર્ષે 15 ટકાનો વધારો કરવામાં આવશે અને કંપની 2 ટકા રેવન્યુ હિસ્સાના યોગદાન સાથે પ્રથમ ત્રણ વર્ષ માટે 42 લાખ રૂપિયાનું માસિક ભાડું ચૂકવશે.

આ પણ વાંચો: Mumbaiમાં ખુલ્યો ભારતનો પ્રથમ Apple Store, ટિમ કૂકે કર્યુ ગ્રાહકોનું સ્વાગત

એપલના સીઈઓ ટિમ કુકે ગત દિવસોમાં સ્ટોરનું ઉદ્ઘાટન કર્યું. તે જ સમયે આ સ્ટોરની શરૂઆત સાથે ટિમ કૂકે પોતે ગ્રાહકોનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. આ ઉપરાંત ઘણી સેલિબ્રિટીઓએ CEO ટિમ કૂક સાથેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે, જે વાયરલ થઈ રહી છે. જેમાં માધુરી દીક્ષિત અને ગાયક અરમાન મલિક જેવા સ્ટાર્સના નામ સામેલ છે.

mumbai news apple reliance bandra mukesh ambani