આર્યન ખાન સાથે સેલ્ફીમાં જોવા મળતા ડિટેક્ટીવ સામે વધુ એક છેતરપિંડીનો કેસ નોંધાયો

18 October, 2021 04:24 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

આ કેસમાં ફરિયાદ બે વર્ષ પહેલા નોંધવામાં આવી હતી. જોકે, કેલવે પોલીસ દ્વારા આ કેસમાં FIR રવિવારે જ નોંધવામાં આવી હતી.

કેપી ગોસાવી

આર્યન ખાન સાથે સેલ્ફીમાં જોવા મળેલા કે.પી. ગોસાવી (KP Gosavi) સામે છેતરપિંડીનો હજી એક કેસ સામે આવ્યો છે. આ સાથે જ તેના સામે નોંધાયેલી કુલ ચાર FIR નોંધવામાં આવી છે. આ કેસમાં ફરિયાદ બે વર્ષ પહેલા નોંધવામાં આવી હતી. જોકે, કેલવે પોલીસ દ્વારા આ કેસમાં FIR રવિવારે જ નોંધવામાં આવી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર, આ કેસનો ભોગ બનેલા ઉત્કર્ષ તારે અને આદર્શ કેની 2018માં ગોસાવીના સંપર્કમાં આવ્યા હતા અને તેમને મલેશિયામાં કુઆલાલંપુરની હોટલોમાં નોકરી આપવાના બહાને 1.65 લાખની છેતરપિંડી કરી હતી.

ફરિયાદ મુજબ, ગોસાવીએ કથિત રીતે પીડિતો પાસેથી પૈસા લીધા બાદ નકલી પ્રવાસી વિઝા અને ફ્લાઇટની ટિકિટ આપી હતી. જ્યારે પીડિતો એરપોર્ટ પરથી ફ્લાઇટ લેવા ગયા હતા, ત્યારે CISFના અધિકારીઓએ તેમના દસ્તાવેજો અને ટિકિટ ચેક કર્યા બાદ તેમને પરત મોકલાયા હતા.

ત્યારબાદ બંનેએ કેલવે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જોકે, પોલીસે ત્રણ વર્ષ બાદ પણ કોઇ કાર્યવાહી કરી નથી કે કોઇ ફોજદારી ગુનો દાખલ કર્યો નથી.

એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, અમે રવિવારે એફઆઈઆર નોંધી છે અને તપાસ શરૂ કરવામાં આવી છે.

આર્યન ખાન સાથેનો તેનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો ત્યારે ગોસાવીનું નામ સામે આવ્યું હતું અને એવું માનવામાં આવતું હતું કે તે NCB અધિકારી છે.

ત્યારબાદ NCBએ સ્પષ્ટતા કરવી પડી હતી કે તે એજન્સી સાથે જોડાયેલ નથી. જોકે, એક રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટીના નેતાએ પત્રકાર પરિષદ યોજીને અને ગોસાવીનો ગુનાહિત ઇતિહાસ હોવાનો આરોપ લગાવ્યા બાદ તે ફરીથી સમાચારોમાં આવ્યા હતા.

NCBના અધિકારીઓએ ફરી સ્પષ્ટતા કરી હતી કે ગોસાવી, ખાનગી ડિટેક્ટીવ અને પ્લેસમેન્ટ એજન્સીનો માલિક, ક્રુઝ કેસમાં ડ્રગ્સના 10 સ્વતંત્ર સાક્ષીઓમાંનો એક છે.

mumbai news palghar aryan khan