12 January, 2026 06:16 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
રાજ ઠાકરે અને અન્નમલાઈ
મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) ના વડા રાજ ઠાકરેએ તાજેતરમાં BMC ચૂંટણી પહેલા તેમના મોટા પિતરાઈ ભાઈ ઉદ્ધવ ઠાકરે સાથે ગઠબંધન કર્યું છે. ઠાકરે બંધુઓએ મુંબઈમાં એક રૅલી યોજી હતી. રૅલી દરમિયાન રાજ ઠાકરેએ ઉત્તર પ્રદેશ અને બિહારના સ્થળાંતર કરનારાઓને હિન્દી લાદવા સામે ચેતવણી આપી હતી. તેમણે તમિલનાડુના ભાજપના નેતા અન્નામલાઈ સામે પણ અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો. ઠાકરેએ કહ્યું હતું કે, "તામિલનાડુથી મુંબઈમાં એક જ રસમલાઈ આવી છે. અહીં તમારો શું સંબંધ છે? લુંગી ઉતારો અને પુંગી વગાડો." ઠાકરેના આ નિવેદનથી વિવાદ ઉભો થયો છે. રાજ ઠાકરેએ કહ્યું હતું કે, "ઉત્તર પ્રદેશ અને બિહારના લોકોએ સમજવું જોઈએ કે હિન્દી તમારી ભાષા નથી. મને આ ભાષાથી ધિક્કાર નથી... પરંતુ જો તમે તેને મહારાષ્ટ્રમાં લાદવાનો પ્રયાસ કરશો, તો હું તમને પાઠ ભણાવીશ. લોકો મહારાષ્ટ્રમાં ચારે બાજુથી આવી રહ્યા છે અને તમારો હિસ્સો છીનવી રહ્યા છે... જો જમીન અને ભાષા બન્ને ખોવાઈ જશે, તો તમારું અસ્તિત્વ સમાપ્ત થઈ જશે."
બીએમસી ચૂંટણીને મરાઠી લોકો માટે છેલ્લી ચૂંટણી ગણાવતા રાજ ઠાકરેએ કહ્યું, "જો તમે આજે આ તક ગુમાવશો, તો તમારું અસ્તિત્વ જ ખતમ થઈ જશે. મરાઠી અને મહારાષ્ટ્ર માટે એક થાઓ. આ સંકટ આજે તમારા દરવાજા પર આવી ગયું છે... મરાઠી લોકો માટે આ છેલ્લી ચૂંટણી છે... જો તમે આજે આ તક ગુમાવશો, તો તમારું અસ્તિત્વ જ ખતમ થઈ જશે. મરાઠી અને મહારાષ્ટ્ર માટે એક થાઓ. મુંબઈ ઘણા લોકોના બલિદાનથી પ્રાપ્ત થયું હતું... આપણે તેમને શું કહીશું?... સવારે 6 વાગ્યે નિયુક્ત કરાયેલા બૂથ લેવલ એજન્ટો (BLA) ચૂંટણીના દિવસે તૈયાર હોવા જોઈએ... સાવધાન રહો, સાવધ રહો, બેદરકાર ન બનો... જો કોઈ ફરીથી મતદાન કરવા આવે તો તેમને બહાર ફેંકી દો."
રાજ ઠાકરએ પોતાના ભાષણમાં તમિલનાડુના ભાજપના નેતા કે અન્નામલાઈની ટિપ્પણીનો ઉલ્લેખ કર્યો, પૂછ્યું કે શું ભાજપ મુંબઈનું નામ બદલીને બૉમ્બે કરવા માગે છે. મુંબઈમાં યુબીટી-મનસેની સંયુક્ત રૅલીમાં, રાજ ઠાકરેએ ભાજપના એક નેતા પર આકરા પ્રહારો કર્યા, જેને તેમણે કટાક્ષમાં ‘રસમલાઈ’ તરીકે ઓળખાવ્યો હતો, અને પૂછ્યું કે શું અન્નામલાઈને મુંબઈના મુદ્દાઓ પર બોલવાનો કોઈ અધિકાર છે, કારણ કે તેમણે મુંબઈને આંતરરાષ્ટ્રીય શહેર ગણાવ્યું હતું. તેમણે કહ્યું, "એક રસમલાઈ તમિલનાડુથી આવી હતી... આ જગ્યા સાથે તમારો શું સંબંધ છે? લુંગી ઉતારો, પુંગી વગાડો."
રાજ ઠાકરેના નિવેદન પર અન્નામલાઈએ ચેન્નાઈમાં એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. રાજ ઠાકરેએ કહ્યું, "આદિત્ય ઠાકરે અને રાજ ઠાકરે કોણ છે જે મને ધમકી આપે છે? મને ખેડૂતનો પુત્ર હોવાનો ગર્વ છે. તેઓએ મને અપમાનિત કરવા માટે રૅલીઓનું આયોજન કર્યું છે. મને ખબર નથી કે હું આટલો મહત્ત્વપૂર્ણ બની ગયો છું કે નહીં." અન્નામલાઈએ એવો પણ આરોપ લગાવ્યો કે તેમને અનેક ધમકીઓ મળી છે, જેમાં તેમના પગ કાપવાની ધમકીઓ પણ સામેલ છે. કેટલાક લોકોએ લખ્યું કે જો તેઓ મુંબઈ આવશે તો તેઓ તેમના પગ કાપી નાખશે. "હું મુંબઈ આવીશ તો મારા પગ કાપવાનો પ્રયાસ કરી બતાવો. આવી ધમકીઓથી ડર હોત, તો હું મારા ગામમાં જ રહેત. જો હું કહું કે કામરાજ ભારતના મહાન નેતાઓમાંના એક છે, તો શું તેનો અર્થ એ છે કે તે હવે તમિલ નથી? જો હું કહું કે મુંબઈ એક વિશ્વસ્તરીય શહેર છે, તો શું તેનો અર્થ એ છે કે મહારાષ્ટ્રીયનોએ તેને બનાવ્યું નથી? આ લોકો તદ્દન અજ્ઞાની છે,” ભાજપ નેતાએ કહ્યું.