એક બાજુ અનિલ દેશમુખ અને વઝે CBIની કસ્ટડીમાં, તો બીજી બાજુ ઠાકરે સરકારને SCનો ઝટકો

01 April, 2022 05:00 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

તો બીજી બાજુ સુપ્રીમ કોર્ટે ઉદ્ધવ ઠાકરે સરકારને ઝટકો આપ્યો છે. દેશમુખ સાથે જોડાયેલા ભ્રષ્ટાચાર મામલાની તપાસ માટે એસઆઈટી બનાવવાની તેમની અરજી ફગાવી દીધી છે. 

અનિલ દેશમુખ (ફાઈલ ફોટો)

મુંબઈ: મહારાષ્ટ્રમાં ભ્રષ્ટાચારનો મુદ્દો ફરી એકવાર ગરમાય શકે છે. સીબીઆઈ આજે પૂર્વ ગૃપ્રધાન અનિલ દેશમુખ(Anil Deshmukh) અને સસ્પેન્ડેડ પોલીસ અધિકારી સચિન વઝે(Sachin vaze) અને કુંદન શિંદેને કસ્ટડીમાં લેવાની છે. ભ્રષ્ટાચાર મામલે તેની પૂછપરછ કરવામાં આવશે. તો બીજી બાજુ સુપ્રીમ કોર્ટે ઉદ્ધવ ઠાકરે સરકારને ઝટકો આપ્યો છે. દેશમુખ સાથે જોડાયેલા ભ્રષ્ટાચાર મામલાની તપાસ માટે એસઆઈટી બનાવવાની તેમની અરજી કોર્ટે ફગાવી દીધી છે. 

બોમ્બે હાઈકોર્ટ દેશમુખની જામીન અરજી પર 8 એપ્રિલના રોજ સુનાવણી કરશે, આ પહેલા 25 માર્ચના રોજ સુનાવણીમાં હાઈકોર્ટે દેશમુખની જામીન અરજી પર ઈડીને એક સપ્તાહમાં જવાબ આપવા નિર્દેશ કર્યો હતો. અનિલ દેશમુખ હાલમાં મુંબઈની આર્થર રોજ જેલમાં બંધ છે. 

100 કરોડ રૂપિયાની ગેરકાયદેસર વસૂલી અને મની લોન્ડ્રરિંગ કેસમાં ફેબ્રુઆરીમાં ઈડીએ દેશમુખ વિરુદ્ધ આરોપ પત્ર દાખલ કર્યો. જેમાં આક્ષેપ કરવામાં આવ્યો કે મહારાષ્ટ્રના પૂર્વ ગૃહપ્રધાન 1992થી પોતાના પદનો દૂરપયોગ કરતા આવ્યાં છે. તેમણે ગેરકાયદેસર ઘણી સંપત્તિ બનાવી છે. ગેરકાયદેસર રીતે અઢળક નાણું ભેગુ કરી 13 કંપનીઓમાં ઉપયોગ કર્યો છે. આ કંપનીઓ દેશમુખના પુત્ર અને નજીકના સંબંધીએ ચલાવી રહ્યા છે. 

આ સાથે જ આરોપપત્રમાં એ પણ કહેવામાં આ્યું કે દેશમુખ કોઈ સરકારી કર્મચારી સાથે જોડાયેલા હતા અને તેના દ્વારા આ કામ કરતા હતા. ઈડીએ આ મામલે 51 લોકોના નિવેદન નોંધ્યા છે. જેમાં કોઈ આઈએએસ, આઈપીએસ અધિકારી, સીએ, રાજનીતિજ્ઞ અને બાર માલિક શામેલ છે. ઈડીના આરોપપત્રમાં કહેવામાં આવ્યું  છે કે મુંબઈના નિલંબિત પોલીસ અધિકારી સચિન વઝેએ કહ્યું કે દેશમુખે ગૃહ પ્રધાન તરીકે તેમના 16 વર્ષ જૂના સસ્પેન્શનને પુનઃસ્થાપિત કરવા માટે રૂ. 2 કરોડની લાંચ માંગી હતી.

આ ઉપરાંત ઈડીએ આરોપ લગાવ્યો છે કે દેશમુખ વઝે સાથે નિયમિત રીતે સંપર્કમાં હતા અને મુંબઈના બાર, હોટલ અને રસ્ટોરાં તથા સંસ્થા પાસેથી દર મહિને 100 કરોડ રૂપિયાની ગેરકાયદેસર વસૂલી સાથે જોડાયેલા હતા. ઈડીનું કહેવું છે કે દેશમુખના પરિવારજનો તપાસમાં સહયોગ નથી આપી રહ્યાં. તેમના પુત્ર ઋષિકેશ દેશમુખ અને સલીલ દેશમુખ અને તેમના પત્ની આરતી દેશમુખ તપાસ સમન્સ બાદ પણ પૂછપરછ માટે હાજર નથી થઈ રહ્યાં. મુંબઈના પૂર્વ પોલીસ કમિશ્નર પરમબીર સિંહ દ્વારા 100 કરોડ રૂપિયાનો ગેરવસૂલાતના આરોપ બાદ નવેમ્બર 2021માં તેમની ધરપકડ કરવામાં આવી હતી.  

mumbai news anil deshmukh uddhav thackeray