અમૃતા ફડણવીસ કેસ:પોલીસે આરોપી અનિષ્કાના પિતા બુકી અનિલની ગુજરાતથી કરી ધરપકડ 

20 March, 2023 03:15 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

દેવેન્દ્ર ફડણવીસના પત્ની અમૃતા ફડવીણસ (Amruta Fadnavis)એ ડિઝાઈનર અનિષ્કા જયસિંઘાનિયા (Anishka Jaisighania) વિરુદ્ધ લાંચના આક્ષેપ સાથે કેસ દાખલ કર્યો હતો.

દેવેન્દ્ર ફડણવીસ અને અમૃતા ફડણવીસ

રાજ્યના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફણડણવીસ(Devendra Fadnavis)ની પત્ની અમૃતા (Amruta fadnavis)ને લાંચ આપવાનો પ્રયાસ કરવા બદલ મહારાષ્ટ્ર પોલીસ (Maharashtra Police)એ ડિઝાઇનર અનિષ્કા જયસિંઘાનિયાની ધરપકડ કરી હતી. હવે આ કેસમાં અનિષ્કાના પિતા અનિલ જયસિંઘાનિયાની પણ ધરપકડ કરવામાં આવી છે. અમૃતા ફડણવીસને ધમકી આપનાર અને બ્લેકમેલ કરનાર અનિષ્કાના પિતા અને બુકી અનિલ જયસિંઘાનિયાની ગુજરાતના ગોધરા બોર્ડર પરથી ધરપકડ કરવામાં આવી છે.સાથે કેટલીક વસ્તુઓ પણ મળી આવી છે.ધરપકડ બાદ જયસિંઘાનિયાને મુંબઈ (Mumbai)લાવવામાં આવ્યા છે.

પોલીસે અનિષ્કા જયસિંઘાનીયાને શુક્રવારે એક અદાલતમાં રજૂ કરી કસ્ટડીમાં મોકલવાની માંગ કરી છે. પોલીસે કોર્ટને કહ્યું હતું કે આનો અંતિમ ધ્યેય દેવેન્દ્ર ફડણવીસને ફસાવવાનો હતો. અનિષ્કા જયસિંઘાનિયાને ન્યાયધીશ ડી ડી અલમાલે સમક્ષ રજૂ કરવામાં આવી હતી. કોર્ટે તેણીને 21 માર્ચ સુધી કસ્ટડીમાં મોકલી છે.પોલીસે જણાવ્યું હતું કે આરોપીઓએ અમૃતા પાસેથી 10 કરોડ રૂપિયા પડાવી લેવાનો પણ પ્રયાસ કર્યો હતો તેથી પોલીસે ભારતીય દંડ અનુસાર IPC કલમ હેઠળ કાર્યવાહી કરી છે.

આ પણ વાંચો:  પોલીસે પણ દેવેન્દ્ર ફડણવીસને ટ્રેપમાં લેવાનું કાવતરું હોવાનું કોર્ટને કહ્યું

ડેપ્યુટી સીએમની પત્ની પાસેથી 10 કરોડ રૂપિયાની માંગણી

મલબાર હિલ પોલીસ સ્ટેશને અમૃતા ફડણવીસની ફરિયાદ પર 20 ફેબ્રુઆરીએ કેસ નોંધ્યો હતો. મુખ્ય સરકારી વકીલ જયસિંહ દેસાઈએ કોર્ટને જણાવ્યું હતું કે આરોપી "જાહેર સેવકની ઓફિસનો ઉપયોગ" કરવા માંગે છે. ફરિયાદ પક્ષે કહ્યું કે બ્લેકમેલ કરવા માટે ફોટા અને ત્રણ-ચાર વીડિયો મોર્ફ કરવામાં આવ્યા હતા. ફરિયાદ પક્ષે દાવો કર્યો હતો કે અમૃતાએ તેનો નંબર બ્લોક કર્યા પછી અનિષ્કાએ તેના કબજામાં રહેલી સામગ્રીને કાઢી નાખવા માટે 10 કરોડ રૂપિયાની માંગણી કરી હતી અને જો પૈસા ચૂકવવામાં નહીં આવે તો તે વીડિયોને પ્રસારિત કરવાની ધમકી આપી હતી.તેમણે કહ્યું કે જે ફોન પરથી આ સંદેશાઓ મોકલવામાં આવ્યા હતા તે ફોન હજુ રિકવર થયો નથી.

mumbai news devendra fadnavis maharashta amruta fadnavis mumbai police