હવે લોકલમાં વૅક્સિનેટેડને જ પ્રવાસ કરવા દેવો એ કેટલું યોગ્ય છે?

22 March, 2022 11:00 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હાઈ કોર્ટે રાજ્ય સરકારને પૂછ્યું

પ્રતીકાત્મક તસવીર

શહેરની લોકલ ટ્રેનોમાં મુસાફરી કરવા માટે જ્યારે રસી ન લીધેલા લોકો ઉપર પ્રથમ વખત નિયંત્રણો લાદવામાં આવ્યાં, એ સમયે મુંબઇમાં કોરોનાની શું સ્થિતિ હતી અને વર્તમાન સમયમાં જ્યારે સંક્રમણનો દર એટલો ઊંચો નથી, ત્યારે તેની શું સુસંગતતા છે, એ અંગે બોમ્બે હાઇકોર્ટને જાણ કરવાનું અદાલતે સોમવારે મહારાષ્ટ્ર સરકારને જણાવ્યું હતું.
ચીફ જસ્ટિસ દિપાંકર દત્તા અને જસ્ટિસ એમ એસ કર્ણિકની બેન્ચે જણાવ્યું હતું કે, હાલના તબક્કે કોરોનાના સંક્રમણનો દર ૨૦૨૦ અને ૨૦૨૧ જેટલો ઊંચો નથી. બેન્ચે પૂછ્યું હતું કે, શું રાજ્ય સરકાર હજી એમ જ માને છે કે, મુંબઇમાં લોકલ ટ્રેનો તથા અન્ય જાહેર પરિવહન પર સમાન નિયંત્રણો લાદવા ઉચિત છે?

‘આ નિયંત્રણો પ્રથમ વખત જ્યારે લાદવામાં આવ્યાં, એ સમયે શું સ્થિતિ પ્રવર્તતી હતી? અને આજે એ નિયંત્રણો સુસંગત છે ખરાં? - એ અંગે તમારે અમને જાણકારી આપવાની રહેશે,’ એમ હાઇકોર્ટે જણાવ્યું હતું.

mumbai mumbai news coronavirus covid19 covid vaccine mumbai local train