આકાશ અને શ્લોકાનું પ્રી વેડિંગ સેલિબ્રેશન થયું શરૂ

27 February, 2019 04:33 PM IST  | 

આકાશ અને શ્લોકાનું પ્રી વેડિંગ સેલિબ્રેશન થયું શરૂ

પ્રી વેડિંગ સેલિબ્રેશન સ્વિટ્ઝરલેન્ડમાં શરૂ

અંબાણી પરિવારમાં લગ્નનો માહોલ તો છે જ. જે માટે આકાશ અને શ્લોકાનું સ્વિટ્ઝરલેન્ડના સેન્ટ મેરિટ્ઝમાં પ્રી વેડિંગ સેલિબ્રેશન ચાલી રહ્યું છે. આ ફંકશનમાં બન્ને ખૂબ જ ખુશ જોવા મળ્યા અને તેમની એન્ટ્રી પણ રૉયલ અંદાજમાં કરવામાં આવી. તેમના પ્રી વેડિંગ સેલિબ્રેશનની થીમ વિન્ટર વન્ડરવર્લ્ડ રાખવામાં આવી. તેમજ ડ્રોન દ્વારા પણ ખાસ કળાકૃતિઓ બતાવવામાં આવી. આ પ્રી વેડિંગ સેલિબ્રેશનમાં સેન્ટર ઑફ અટ્રેક્શન કહી શકાય તેવા ડ્રોન શોમાં ખાસ પ્રકારની કળાકારીગરી દર્શાવવામાં આવી.

પ્રી વેડિંગમાં 500થી વધુ મહેમાનો આવી શકે છે

આકાશ અંબાણી અને શ્લોકા મેહતાના પ્રી વેડિંગ સેલિબ્રેશનના વેન્યુને જાણે કે તે કોઈ વિન્ટર કાર્નિવલ હોય તેમ શણગારવામાં આવેલ છે. આ પ્રી વેડિંગ સેરેમનીમાં 300થી 500 મહેમાનો સામેલ થઈ શકે તેટલી શક્યતા રાખવામાં આવી હતી. આ ફંકશનમાં પીટર પેન આઈસ શોનું પણ આયોજન કરાયું હતું. પ્રથમ આઈસ શો અને પછી ડ્રોન શો બતાવવામાં આવ્યો. આ ડ્રોન શોમાં ડ્રોન દ્વારા હાર્ટનો શેપ બનાવવામાં આવ્યો. આ રીતે અંબાણી પરિવારમાં લગ્નોત્સવ પહેલાના પ્રસંગોની ઉજવણી કરવામાં આવી રહી છે. આ સેલિબ્રેશન દરમિયાન પિતા મુકેશ અંબાણી તેમજ બહેન ઈશા અંબાણી પણ પ્રસંગની મજા માણતા જોવા મળ્યા.

આ પણ વાંચો : અંબાણી પરિવારમાં લગ્નનો જશ્ન શરૂ, ગુજરાતની ગાયીકાએ કર્યું પર્ફોમ

અંબાણી પરિવારે ફાઈવ સ્ટાર હોટેલમાં સ્ટે કર્યું હતું. આ પરિવારે હોટેલ સ્વિટ્ઝરલેન્ડની ફાઈવ સ્ટાર હોટેલ બેડરટ પેલેસમાં રોકાણ કર્યું હતું. આ હોટેલના એક રૂમની ઓછામાં ઓછી કિંમત 98,500 રૂપિયા છે. તો હોટેલનો સૌથી મોંઘો રૂમ 3.08 લાખ રૂપિયાની કિંમતનો છે.

mukesh ambani Isha Ambani nita ambani tina ambani anil ambani