પાર્ટી બદલનાર અજીત પવાર મહારાષ્ટ્રના ડેપ્યુટી CM ના શપથ લીધા

30 December, 2019 03:36 PM IST  |  Mumbai

પાર્ટી બદલનાર અજીત પવાર મહારાષ્ટ્રના ડેપ્યુટી CM ના શપથ લીધા

અજીત પવાર (PC : Twitter)

મહારાષ્ટ્રમાં અંતે ઠાકરે સરકારનું વિસ્તરણ થઇ ગયું છે. જેમાં સોમવારે શપથગ્રહણમાં અજીત પવારે સૌથી પહેલા ડેપ્યુટી સી.એમ. તરીકે શપથ લીધા હતા. તમને જણાવી દઇએ કે અજીત પવારે આ પહેલા ભાજપ સાથે સરકાર બનાવીને ડેપ્યુટી સીએમ પદન શપથ લીધા હતા. હવે તે NCPના કોટામાંથી ઉદ્ધવ સરકારમાં ડેપ્યુટી સીએમ બન્યા છે.



મહારાષ્ટ્રમાં આ નેતાઓએ મંત્રી પદના શપથગ્રહણ કર્યા

1) અજીત પવાર, ડેપ્યુટી સીએમ (NCP)
2) અશોક ચૌહાણ, કેબિનેટ મંત્રી (કોંગ્રેસ)
3) દિલીપ વલ્સે પાટિલ, કેબિનેટ મંત્રી (NCP)
4) ધનંજય મુંડે, કેબિનેટ મંત્રી (NCP)
5) અનિલ દેશમુખ, કેબિનેટ મંત્રી (NCP)
6) હસન મશ્રીફ, કેબિનેટ મંત્રી (NCP)
7) રાજેન્દ્ર શિંગણે, કેબિનેટ મંત્રી (NCP)
8) નવાબ મલિક, કેબિનેટ મંત્રી (NCP)
9) વિજય વડેટ્ટીવાર, કેબિનેટ મંત્રી (કોંગ્રેસ)
10) વર્ષા ગાયકવાડ, કેબિનેટ મંત્રી (કોંગ્રેસ)

ધનંજય મુંડે બન્યા મંત્રી
NCP નેતા ધનંજય મુંડેએ કેબિનેટ મંત્રી તરીકેના શપથ લીધા છે. તેઓ ભાજપ નેતા ગોપીનાથ મુંડેના ભત્રીજા છે. અજીત પવારના ભાજપ સાથે જોડાવામાં તેમની મહત્વની ભૂમિકા રહી છે.

આ પણ જુઓ : રાજકોટના ડૉ. હિરેન ઘેલાણીએ મેળવી આ સિદ્ધી, મળવા જઈ રહ્યું છે મોટું સન્માન

અશોક ચૌહાણે કેબિનેટ મંત્રી તરીકેના શપથ લીધા
કોંગ્રેસ નેતા અશોક ચૌહાણે કેબિનેટ મંત્રી તરીકેના શપથ ગ્રહણ કર્યા છે. અશોક ચૌહાણ રાજ્યના પૂર્વ સીએમ શંકર રાવ ચૌહાણના દીકરા છે તેમનું નામ આદર્શ કૌભાંડમાં આવી ચુક્યું છે, તેઓ પોતે પણ રાજ્યના સીએમ રહી ચુક્યા છે. શપથ ગ્રહણના વિધાનભવનમાં બનેલા મંડપમાં પાંચ હજાર લોકોના બેસવાની વ્યવસ્થા છે. મળતી માહિતી પ્રમાણે નવા મંત્રીઓના સામેલ થયા બાદ વિભાગોમાં ફેરફાર થઈ શકે છે. જોકે, હાલ ઉદ્ધવ ઠાકરે પાસે કોઈ વિભાગ નથી. ગૃહ અને ઉદ્યોગ વિભાગ શિવસેના પાસે છે. નાણા અને ગ્રામીણ વિકાસ રાકાંપાને આપવામાં આવ્યા છે. કોંગ્રેસને મહેસૂલ, PWD અને ઉર્જા મંત્રાલય સોંપવામાં આવ્યું હતું.

maharashtra ajit pawar