18 June, 2025 10:52 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અકસ્માતમાં જીવ ગુમાવનાર ક્રૂ-મેમ્બર મૈથિલી પાટીલનો મૃતદેહ મંગળવારે રાયગડમાં આવેલા ન્હાવા ગામ પહોંચ્યો
૧૨ જૂને અમદાવાદથી લંડન જતી ઍર ઇન્ડિયાની ફ્લાઇટના અકસ્માતમાં જીવ ગુમાવનાર ક્રૂ-મેમ્બર મૈથિલી પાટીલનો મૃતદેહ મંગળવારે રાયગડમાં આવેલા ન્હાવા ગામ પહોંચ્યો હતો. ૨૩ વર્ષની જુવાનજોધ દીકરી ગુમાવ્યાનું દુ:ખ દરેક ગામવાસીના મોઢા પર દેખાતું હતું. ફ્લાઇટ ઊપડતાં પહેલાં મૈથિલીએ તેના પિતા મોરેશ્વર પાટીલને પહોંચતાં જ ફોન કરવાનું વચન આપ્યું હતું. દીકરી આ રીતે તેમની પાસે પહોંચશે એવી કલ્પના તેમણે નહોતી કરી. મૈથિલીના પરિવારજનોના હૈયાફાટ રુદન સાથે આખું ગામ ડૂસકે ચડ્યું હતું.