અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ તેજસ એક્સપ્રેસ ૧૪ ફેબ્રુઆરીથી ફરી દોડવા માંડશે

10 February, 2021 10:11 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ તેજસ એક્સપ્રેસ ૧૪ ફેબ્રુઆરીથી ફરી દોડવા માંડશે

ફાઈલ તસવીર

પ્રવાસીઓની સગવડ માટે અને તેમની માગણીને પહોંચી વળવા માટે પશ્ચિમ રેલવે દ્વારા ૧૪ ફેબ્રુઆરીથી ટ્રેન-નંબર ૮૨૯૦૧/૮૨૯૦૨ મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ તેજસ એક્સપ્રેસ નિયમિત (ચાર દિવસ) ચલાવવાનો નિર્ણય લેવાયો છે.

પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સુમિત ઠાકુરે જણાવ્યું હતું કે ‘કોરોના વાઇરસના રોગચાળાને કારણે તેજસ એક્સપ્રેસને નબળો પ્રતિસાદ મળતાં આઇઆરસીટીસીએ ૨૪ નવેમ્બરથી આ ટ્રેનની તમામ સર્વિસ રદ કરી દીધી હતી. તેજસ એક્સપ્રેસનું બુકિંગ ફક્ત આઇઆરસીટીસીની વેબસાઇટ પર જ ઉપલબ્ધ છે.’

mumbai mumbai news ahmedabad mumbai central