કૃષિ કાયદાએ ખેડૂતોને નવા વિકલ્પ આપ્યા, કેટલાક લોકો ભ્રમ ફેલાવે છે: મોદી

01 December, 2020 10:47 AM IST  |  Varanasi | Agency

કૃષિ કાયદાએ ખેડૂતોને નવા વિકલ્પ આપ્યા, કેટલાક લોકો ભ્રમ ફેલાવે છે: મોદી

નરેન્દ્ર મોદી

હવે કપટ નહીં, ગંગાજળ જેવી પવિત્ર નિયત સાથે કામ, દશકો સુધી ખેડૂતો સાથે છેતરપિંડી થઈ અને હવે આવું કરનારાઓ જ દેશના અન્નદાતાઓમાં ભ્રમ ફેલાવી રહ્યા છે, વડા પ્રધાન મોદીએ કાશી-વિશ્વનાથ મંદિરમાં પૂજા-અર્ચના પણ કરી.

પીએમ મોદીએ તેમની મુલાકાત દરમિયાન, પ્રયાગરાજના હંડિયાથી વારાણસીના રાજતાલાબ સુધીના સિક્સ લેન રોડ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. ત્યાર બાદ તેમણે કાશી-વિશ્વનાથ મંદિરમાં પૂજા-અર્ચના પણ કરી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડૂત આંદોલન દરમિયાન ગઈ કાલે પોતાના સંસદીય મત વિસ્તાર વારાણસીમાં ખેડૂતોને ખાસ યાદ કર્યા. તેમણે પોતાના ભાષણમાં કાશીના ખેડૂતોને અન્નદાતા કહીને બોલાવ્યા અને નમસ્કાર કર્યા. પીએમ મોદીએ વિપક્ષ પર ખેડૂતોને ઉશ્કેરવાનો આરોપ લગાવતાં કહ્યું કે દાયકાઓ સુધી ખેડૂતો સાથે છળ થયું છે અને હવે આમ કરનારા જ દેશના ખેડૂતોમાં ભ્રમ ફેલાવી રહ્યા છે. પીએમ મોદીએ પોતાના ભાષણમાં ખેડૂતોના દરેક સવાલનો જવાબ આપવાનો પ્રયાસ કર્યો.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કાશી વિશ્વનાથ મંદિરમાં પૂજા કરી હતી. તસવીર : પી.ટી.આઇ.

વડા પ્રધાન મોદીએ કહ્યું કે કૃષિ કાયદા પર ખેડૂતોમાં ભ્રમ ફેલાવવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે જેમણે ખેડૂતો સાથે છળ કર્યું છે તેઓ હવે ખેડૂતોમાં ભ્રમ ફેલાવી રહ્યા છે. નવા કાયદા ખેડૂતોને વિકલ્પ આપનારા છે.

જો કોઈ જૂની સિસ્ટમથી લેવડદેવડને યોગ્ય સમજે તો આ કાયદામાં કોઈ રોક લગાવવામાં આવી નથી. નવા કૃષિ સુધારાથી નવા વિકલ્પ અને ખેડૂતોને કાયદાકીય સંરક્ષણ આપવામાં આવ્યું છે.

પીએમ મોદીએ કહ્યું કે આશંકાઓના આધારે ભ્રમ ફેલાવનારાઓની સચ્ચાઈ સતત દેશ સામે આવી રહી છે, જ્યારે એક વિષય પર તેનું જુઠ્ઠાણું ખેડૂતો સમજી જાય છે.

દિલ્હીના ગાઝીપુર નજીક ખેડૂતોને અટકાવવા માટે બંદોબસ્ત કરવામાં આવ્યો હતો. તસવીર : પી.ટી.આઇ.

ખેડૂત નેતાઓનો પડકાર, અમે આરપારની લડાઈ લડવા માટે જ અહીં આવ્યા છીએ

છેલ્લાં પાંચ દિવસથી નવા કૃષિ કાયદાના વિરોધમાં આંદોલન કરી રહેલા ખેડૂતોના નેતા ગુરુનાન સિંહ ચડોનીએ કહ્યું હતું કે અમે અહીં આરપારની લડાઈ લડવા માટે આવ્યા છીએ. અમારી સામે અંદાજે ૩૧ જેટલા કેસ પણ સરકાર દ્વારા કરવામાં આવ્યા છે. જ્યાં સુધી આ કાયદો હટાવવામાં નહીં આવે ત્યાં સુધી અમે અહીંથી જવાના નથી. શાસક પક્ષ અમારી માગણીઓ જો નહીં સ્વીકારે તો બહુ મોટી કિંમત ચૂકવવી પડશે.

હોમ મિનિસ્ટર અમિત શાહે ખેડૂતોને અપીલ કરી હતી કે ‘એમના આંદોલનનું ક્ષેત્ર બદલીને બુરાડી મેદાન કરે, કેન્દ્ર સરકાર એમની વાત કરવા માટે તૈયાર છે.’ બીજું, ખેડૂતોના નેતાઓએ કોઈ પણ શરત વગર વાતચીત કરવા માટે કહ્યું છે. મોટી સંખ્યામાં ખેડૂતો સિંધુ અને ટેકરી બોર્ડર પૉઇન્ટ પાસે કડકડતી ઠંડીમાં રાત વિતાવી હતી. ગઈ કાલે પણ મોટી સંખ્યામાં ખેડૂતો આવતાં દિલ્હી પોલીસે સિંધુ અને ટેકરી બોર્ડરને બંધ કરી હતી, તેથી મોટી સંખ્યામાં આ વિસ્તારમાં ટ્રાફિક જૅમ જોવા મળ્યો હતો.

narendra modi varanasi national news amit shah