પરમબીર સિંહ તપાસ માટે પહોંચ્યા મુંબઈ, જાણો ન્યાયતંત્રને લઈ શું કહ્યું સિહે

25 November, 2021 11:36 AM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

છેલ્લા ઘણા દિવસોથી પરમબીર સિંહ ચંદીગઢમાં રહેતા હતા.

પરમબીર સિંહ

મુંબઈ(Mumbai)ના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ (Parambir singh)હવે તપાસમાં જોડાવા માયાનગરી પહોંચ્યા છે. આજતક ડોટ કોમના અહેવાલ પ્રમાણે તેમણે કહ્યું છે કે તેઓ તપાસમાં સંપૂર્ણ સહયોગ આપવા જઈ રહ્યા છે અને તેમને દેશની ન્યાયતંત્રમાં પૂરો વિશ્વાસ છે.

છેલ્લા ઘણા દિવસોથી પરમબીર સિંહ ચંદીગઢમાં રહેતા હતા. તેમણે કહ્યું હતું કે મુંબઈમાં તેનો જીવ જોખમમાં છે, તેથી તે ત્યાં આવી શકશે નહીં. પરંતુ સુપ્રીમ કોર્ટે તેમને ફટકાર લગાવી હતી અને તપાસમાં સામેલ થવાનો નિર્દેશ આપ્યો હતો. હવે પરમબીર સિંહ તપાસમાં જોડાવા મુંબઈ આવ્યા છે. તે દરમિયાન આજ તક ડોટ કોમ સાથે વાત કરતાં તેમણે કહ્યું છે કે તે આ અંગે અત્યારે વધારે શેર કરી શકશે નહીં, પરંતુ તેમને દેશના ન્યાયતંત્રમાં વિશ્વાસ છે. તેમને આશા છે કે તેમને ન્યાય મળશે.

હાલ પરમબીર સિંહને કોર્ટે મોટી રાહત આપી છે. તેમની ધરપકડ પર રોક લગાવવામાં આવી છે પરંતુ તેમને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે તેમણે તપાસમાં સતત સહયોગ આપવો પડશે. જાણકારી માટે જણાવી દઈએ કે 22 જુલાઈના રોજ મુંબઈના મરીન ડ્રાઈવ પોલીસ સ્ટેશનમાં એક બિલ્ડરે પરમબીર સિંહ અને અન્ય બે સહિત પાંચ પોલીસકર્મીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આરોપ મુજબ પરમબીર સિંહ અને અન્ય પોલીસકર્મીઓએ એકબીજા સાથે મળીને ફરિયાદીની હોટલ અને બાર સામે કાર્યવાહીનો ડર બતાવીને રૂ. 11.92 લાખની ઉચાપત કરી હતી.

આ જ કેસમાં મુંબઈની એક કોર્ટે પણ પરમબીર સિંહને ભાગેડુ જાહેર કર્યો છે.આ સિવાય જો તે 30 દિવસની અંદર કોર્ટમાં હાજર નહીં થાય તો કાયદા અનુસાર તેની સંપત્તિ પણ જપ્ત કરવામાં આવી શકે છે. આવી સ્થિતિમાં આ કાર્યવાહીથી બચવા માટે મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહે તપાસમાં જોડાવાનો નિર્ણય કર્યો છે.હવે આ મામલે સુપ્રીમ કોર્ટમાં 6 ડિસેમ્બરે સુનાવણી થવાની છે.

mumbai mumbai news mumbai police