ઘોડબંદર રોડ પર ખાડા પૂરવાનું કામ યુદ્ધના સ્તરે

30 September, 2022 10:17 AM IST  |  Mumbai | Bakulesh Trivedi

‘મિડ-ડે’માં અહેવાલ આવ્યા બાદ એની ઝડપી અસર અને ઘોડબંદર રોડ પર અનેક જગ્યાએ ખાડા પૂરવાનું કામ આરંભાયું

ઘોડબંદર રોડ પરના ખાડા પૂરવામાં આવી રહ્યા છે

ઘોડબંદર રોડ પર પડેલા અસંખ્ય ખાડાને લઈને એમએનએસના થાણે યુનિટ દ્વારા જીપીએસ લોકેશન સાથે પાડવામાં આવેલા ફોટોનું આલબમ પીડબ્લ્યુડીના અધિકારીને અપાયું અને તેમની ઑફિસમાં જ એ ફોટોનું પ્રદર્શન કરીને કરાયેલી રજૂઆતની ‘મિડ-ડે’એ નોંધ લઈને એનો અહેવાલ પ્રદર્શિત થયા બાદ હવે એની ધારી અસર થઈ છે અને ઘોડબંદર રોડ પર અનેક જગ્યાએ એકસાથે ખાડા પૂરવાનું કામ યુદ્ધના ધોરણે આરંભાયું છે.

ઘોડબંદર રોડ પર અનેક ખાડાને ડામર નાખીને એને સમથળ કરવામાં આવ્યા હતા. કેટલાક ખાડા  પેવર બ્લૉક્સથી ભરીને એના પર ડામર પાથરવામાં આવ્યો હતો, જ્યારે ખાડાનો જ્યાં લાંબો સ્ટ્રેચ હતો ત્યાં એ આખો પૅચ જ ભરીને એના પર ડામર પાથરી રોડરોલર ફેરવીને કામ હાથ ધરાયું હતું. ફાઉન્ટન હોટેલ પાસે પણ કૉન્ક્રીટની ગટર બનાવાઈ રહી છે. એનું પણ અધિકારીઓએ સ્પૉટ પર જઈને ઇન્સ્પેક્શન કર્યું હતું અને એ રોડનું કામ પણ ઝડપથી હાથ પર લેવાની સૂચના આપી હતી. રસ્તા પરના ખાડા ભરવામાં આવતાં ટૂંક સમયમાં હવે મોટરિસ્ટોને પડતી હાડમારીનો અંત આવશે. 

mumbai mumbai news ghodbunder road bakulesh trivedi