જેમ્સ બોન્ડના થીમ સોંગ બાદ મુંબઈ પોલીસના બેન્ડે હવે વગાડ્યું મની હિસ્ટનું મ્યુઝિક, જુઓ ખાખી બેન્ડની કલાકારી

03 September, 2021 07:41 PM IST  |  Mumbai | Karan Negandhi

મુંબઈ પોલીસ શોના થીમ સોંગ, બેલા સિયાઓની પેશકશ રજૂ કરી છે.

મની હિસ્ટ. ફોટો સૌજન્ય : PR

નેટફલીકસની પ્રખ્યાત વેબ સિરીઝ મની હિસ્ટની સીઝન 5 આજે રિલીઝ થતાં ચાહકો આ નવી સીઝન જોવા માટે ખૂબ જ આતુર છે. મુંબઈ પોલીસે પણ હવે આ ટ્રેન્ડને પકડ્યો છે. મુંબઈ પોલીસનું બેન્ડ જે ખાખી બેન્ડ તરીકે પણ જાણીતું છે. તેણે શોનું થીમ સોંગ, બેલા સિયાઓની પેશકશ રજૂ કરી છે. આ વખત પણ વીડિયોને નેટિઝન્સ તરફથી પણ ઘણો પ્રેમ મળ્યો છે. પહેલા વીડિયો જુઓ.

શહેરમાં ગુનાઓ સાથે સતત લડતી મુંબઈ પોલીસના આ બેન્ડે આ અગાઉ પણ લોકોના મનોરંજન માટે ફિલ્મ સ્લમડોગના જય હો ગીતનું મ્યુઝિક રજૂ કર્યું હતું અને લોકોને તે ખૂબ જ પસંદ પડ્યું હતું.

ઉલ્લેખનીય છે કે મુંબઈ પોલીસના રમૂજી ટ્વિટસ અને આ પ્રકારની મનોરંજનની સામગ્રી સતત સમાચારોમાં રહે છે. તાજેતરમાં જ મુંબઈ પોલીસના બેન્ડે જેમ્સ બોન્ડના થીમ સોંગને પણ રિક્રિએટ કર્યું હતું.

આ પણ વાંચો : મુંબઈ પોલીસે રિક્રિએટ કર્યું જેમ્સ બોન્ડનું થીમ મ્યુઝિક; જુઓ ખાખી સ્ટુડિયોની કમાલ

Mumbai News mumbai police james bond